Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઆ અધિકારીએ મિત્રની 14 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી ને પછી ગર્ભવતી...

આ અધિકારીએ મિત્રની 14 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી ને પછી ગર્ભવતી થતાં કરાવ્યું એબોર્શન

નવી દિલ્હી: દિલ્હી સરકારના મોટા અધિકારીની હવસનો શિકાર એક બાળકી બની હતી. ઘટનાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો. કારણ કે આ અધિકારી અન્ય કોઇ નહી પરંતુ બાળ અને મહિલા વિભાગનો અધિકારી હતો. પાંચ મહિના સુધી 14 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવ્યા બાદ બાળકી ગર્ભવતી થતા અધિકારીની સમગ્ર કરતૂતનો ખુલાસો થયો હતો.

આરોપી અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગનો ડેપ્યુટી ડાયરેક્ટર

આરોપી અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રમોદય ખાખાએ બાળકીને 5 મહિના સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસે અધિકારી અને તેની પત્નીની ધરપકડ કરી છે. રેપ પીડિતા 14 વર્ષની બાળકીના પિતા દિલ્હી સરકારમાં અધિકારી હતા. તેની માતા પણ દિલ્હી સરકારમાં કાર્યરત છે. બાળકીનાં પિતા અને આરોપી અધિકારી વચ્ચે સારી મિત્રતા હતી. પીડિતા તેને મામા કહેતી હતી. 2020 માં બાળકીનાં પિતાનું મોત થઇ ગયું તો તેના તે તણાવમાં આવી ગઇ હતી. દરમિયાન ખાખાએ મદદ માટે હાથ લંબાવ્યો હતો. આરોપી અધિકારીએ પીડિતાને પોતાના ઘરે રહેવા માટે જણાવ્યું હતું. તેણે કહ્યું કે, ઘર બદલવાથી તેનું મન બદલાશે. પોતાનાં ભાઇ પર વિશ્વાસ કરતા પીડિતાની માતાએ પોતાની પુત્રીને આરોપીના ઘરે રહેવા મોકલી હતી.

આરોપી અધિકારીએ મિત્રની પુત્રી પર નજર બગાડવાનું શરૂ કર્યું

સૂત્રો અનુસાર થોડા દિવસ સુધી બધુ યોગ્ય રીતે ચાલ્યું પરંતુ ત્યાર બાદ આરોપી અધિકારીએ નજર બગાડવાનું શરૂ કર્યું હતું. આખરે બાળકીને કોઇ પણ પ્રકારે પટાવીને તેની સાથે ખોટી હરકતો કરવા લાગ્યો હતો. ત્યાર બાદ રેપ પણ કરવા લાગ્યો હતો. ઓક્ટોબર 2020 થી ફેબ્રુઆરી 2021 વચ્ચે અનેક વખત બાળકીને હવસનો શિકાર બનાવી. આ દરમિયાન તે પ્રેગનેન્ટ પણ થઇ ગઇ હતી. અધિકારીની પત્નીને આ અંગે માહિતી મળી હતી. તો તેણે પોલીસ ફરિયાદ કરવાને બદલે પતિની કરતૂત છૂપાવવા બજારમાંથી દવા મંગાવીને યુવતીનું એબોર્શન કરાવ્યું હતું.

પીડિતાની માં મળવા આવી ત્યાર તેની સાથે ઘરે ગઇ

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં એક દિવસ જ્યારે પીડિતાની માં મળવા આવી તો તેણે પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઘર પરત ગયા બાદ જ આરોપી યુવતીને પરેશાન કરતો રહ્યો. આરોપ છે કે, એક ધાર્મિક સ્થળ પર તેઓ અનેકવાર પહોંચીને તેને પરેશાન કરતો હતો જ્યાં પીડિતા જતી હતી. ત્યાં ફરીથી તેણે પોતાની હવસનો શિકાર બનાવવા માંગતો હતો. ડરના કારણે યુવતીને પૈનિક એટેક આવવા લાગ્યો તો તેની માં તેને લઇને હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલમાં કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જ્યારે રહસ્ય ખોલ્યું તો સાંભળીને બધા જ હેરાન થઇ ગયા. ત્યાર બાદ હોસ્પિટલ તંત્રએ પોલીસને માહિતી આપી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારી સાગર સિંહ કાલસીએ જણાવ્યું કે, 13 ઓગસ્ટના રોજ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી દેવાયો હતો. પોલીસના અનુસાર હાલ યુવતીને મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવવા પણ સક્ષમ નથી. જેની સારવાર ચાલી રહી છે.સારવાર બાદ તેને મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page