Tuesday, April 9, 2024
Google search engine
HomeSportsઆ છે નાનપણનો ક્રિકેટર અક્ષર પટેલ? પહેલીવાર સામે આ તસવીરો

આ છે નાનપણનો ક્રિકેટર અક્ષર પટેલ? પહેલીવાર સામે આ તસવીરો

વડોદરામાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ અને મેહા પટેલ લગ્નગ્રંથીથી જોડાયા છે. લગ્નની તમામ વિધિ છેલ્લા ચાર દિવસથી ચાલતી હતી. લગ્ન પહેલા અક્ષર અને મેહાએ જોરદાર ડાન્સ પણ કર્યો હતો. બન્નેનો ડાન્સ જોઈ મહેમાનો પણ ખુશ થઈ ગયા હતાં. મહત્વની વાત એ છે કે, અક્ષર પટેલે લગ્ન પહેલાં ફિયાન્સી મેહાને લક્ઝુરિયસ કાર ગિફ્ટમાં આપી હતી. પરંતુ અમે તમારા માટે નાનપણના અક્ષર પટેલની તસવીરો લઈને આવ્યા છે જે પહેલીવાર સામે આવી છે. જેમાં નાનપણમાં અક્ષર પટેલનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો તે દરમિયાન તેના પરિવાર સાથે જોવા મળી રહ્યો હતો.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી, 1994ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. અક્ષર પટેલનું પૂરું નામ અક્ષર રાજેશભાઈ પટેલ છે અને નાનપણથી જ અક્ષરને ભણવું બહું ગમતું હતું. એટલે જ અક્ષર પટેલે ક્યારેય સપનામાં પણ ક્રિકેટર બનવાનું વિચાર્યું પણ નહોંતું.

અક્ષર પટેલના પરિવારમાં તેના પિતા રાજેશ પટેલ અને માતા પ્રીતિબેન પટેલ છે. સાથે-સાથે તેમને એક ભાઈ સંશિપ અને એક બહેન શિવાંગી પટેલ પણ છે. અક્ષર પટેલ મિકેનિકલ એન્જિનિયર બનવા ઈચ્છતો હતો, પરંતુ નસીબને કઈંક અલગ જ મંજૂર હતું, જેના કારણે આજે તેઓ ભારતીય ખેલાડીઓમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે.

અક્ષર પટેલને નાનપણથી જ ક્રિકેટનો બહુ શોખ હતો. તે ક્રિકેટને જ પોતાનું કરિયર બનાવવા માગતો હતો. તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો, જેથી ક્રિકેટમાં ફૂલટાઈમ ફોકસ કરી શકે અને ટ્રેનિંગ પર ધ્યાન આપી શકે. આજે તે પોતાના ઓલરાઉન્ડર દેખાવને લીધે દેશના ચર્ચિત ક્રિકેટર્સમાં સામેલ છે.

પોતાના સુંદર પ્રદર્ષનના કારણે અક્ષરે 15 જૂન, 2014 ના રોજ બાંગ્લાદેશ સામેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી ડેબ્યૂ કર્યું હતું, આ મેચમાં અક્ષરે 10 ઓવરમાં 59 રન આપીને એક વિકેટ લીધી હતી. ત્યારબાદ 17 જુલાઈ 2015 ના રોજ ઝિમ્બાબ્વે સામેની ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી.

અક્ષર પટેલે 22 ફેબ્રુઆરી, 2012 ના રોજ વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર સાથે લિસ્ટ-એ ક્રિકેટમાં ડેબ્યૂ કયું હતું. ક્રિકેટમાં સારું પ્રદર્ષન કર્યા બાદ ફરી એકવાર અક્ષર પટેલની પસંદગી 2 નવેમ્બર, 2012 ના રોજ રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ વિરૂદ્ધ પ્રથમ ઈનિંગમાં ક્રિકેટ રમવા માટે થઈ હતી.

પોતાના સુંદર પ્રદર્ષનના કારણે અક્ષરે 15 જૂન, 2014 ના રોજ બાંગ્લાદેશ સામેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી ડેબ્યૂ કર્યું હતું, આ મેચમાં અક્ષરે 10 ઓવરમાં 59 રન આપીને એક વિકેટ લીધી હતી. ત્યારબાદ 17 જુલાઈ 2015 ના રોજ ઝિમ્બાબ્વે સામેની ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી.

આ મેચમાં અક્ષરે 4 ઓવર બોલિંગ કરી, જેમાં તેણે 17 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી. આ બે સારાં પ્રદર્ષન કર્યા બાદ પસંદગીકર્તાઓએ 13 ફેબ્રુઆરી 2021 ના રોજ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક આપી. જેમાં અક્ષર પટેલે પહેલી ઈનિંગમાં 2 વિકેટ અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ જેની સાથે લગ્ન કરવાના છે તે મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તેને ફરવાનો ખૂબ જ શોખ છે, તેને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ સ્થળોએ ફરવાનું પસંદ છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે, મેહાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી જાણવા મળ્યું છે કે તેને ફરવાનો ઘણો શોખ છે. તે દુબઈ, ગોવા અને સ્કોટલેન્ડ ફરી ચૂકી છે. અક્ષર પટેલની મંગેતરે એક હાથ પર અક્ષરના નામ ટેટૂ પણ કરાવ્યું છે.

અક્ષરે 20 જાન્યુઆરી 2022ના રોજ પોતાની ગર્લફ્રેન્ડને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. તેણે બર્થડે પાર્ટીમાં મેહાને પ્રપોઝ કરવાની બધી તૈયારી કરી રાખી હતી. પછી મિત્રો અને પરિવારની હાજરીમાં પ્રપોઝ કર્યું હતું અને સગાઈ કરી હતી. સોશિયલ મીડિયા પર અક્ષર પોતાની તસવીરો કાયમ શેર કરતો હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page