બીભત્સ તસવીરો લીક કરી વકીલને બ્લેકમેઈલ કરતા હતા? જાણો ક્યાનો છે બનાવ

ખ્યાતનામ સમાજસેવક અને વકીલનો અશ્લીલ વીડિયો વાઈરલ થયા બાદ હવે તેની બીભત્સ તસવીરોના આલ્બમ વાઈરલ થઈ રહ્યા છે. જેમાં વકીલ અન્ય અનેક મહિલાઓ સાથે પણ નજર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ તસવીરો ઘણા સમય પહેલા લીક થઈ હતી અને તેના દ્વારા વકીલને બ્લેકમેઈલ કરવામાં આવતા હતા.

પ્રાપ્ત વિગત મુજબ એક વકીલનો અંગત પળોનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વકીલ તેની મહિલા ક્લાઈન્ટ સાથે ફાઈવ સ્ટાર હોટેલમાં રંગરેલિયા મનાવતો હતો. મહિલા હાઈપ્રોફાઈલ ઘરમાંથી આવે છે અને વકીલ તેનો ડિવોર્સનો કેસ લડી રહ્યો હતો. વીડિયો વાઈરલ થયા બાદ બેડામાં હલચલ મચી જવા પામી હતી.

આ વીડિયો ઉત્તરપ્રદેશના આગરાનો હતો. આ વકીલ સ્થાનિક નેતા પણ છે. તે સમાજવાદી પાર્ટીમાં વિધાનસભાની ટિકિટ માટે દાવેદારી પણ રજૂ કરી ચૂક્યો છે. પાર્ટીમાંથી જોકે તેને ટિકિટ નહોતી પણ તેને ખૂબ ખર્ચ કરીને પાર્ટીનો પ્રચાર કર્યો હતો. આ વકીલ મોટાભાગે ફેમિલી મેટર્સના કેસ લડે છે. શુક્રવારે તેનો એક અશ્લીલ વીડિયો વાઈરલ થયો હતો.

જાતે જ બનાવ્યો વીડિયો
વાઈરલ થયેલો આ વીડિયો બીજા કોઈએ નહીં પણ ખુદ વકીલે પોતાના મોબાઈલથી બનાવ્યો હતો. વીડિયોમાં તે એક ફાઈવ સ્ટાર હોટેલના બાથરૂમમાં બાથટબમાં મહિલા સાથે નિર્વસ્ત્ર અવસ્થામાં છે. વીડિયો ક્યારનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી, પણ જબરદસ્ત ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ વીડિયો અંગે કોઈ જાણકારી નથી. જો કોઈ ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ નામ ન છાપવાની શરતે વકીલના નજીકના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે જે મહિલાઓ સાથે ફોટો સામે આવ્યા છે, તેમાંથી મોટાભાગની હાઈ પ્રોફાઈલ પરિવારમાંથી આવે છે અને તેમના તેના પતિ સાથે વિવાદ ચાલે છે. એક મહિલાનો પતિ દિલ્હીમાં અધિકારી હોવાનં કહેવાય છે. ફોટો-વીડિયો વાઈરલ થયા બાદ તેમનો કેસ નબળો પડી ગયો છે અને સાથે બદનામી પણ થઈ રહી છે.

Similar Posts