Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratઉત્તર ગુજરાતની સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી કોણ છે આગળ?

ઉત્તર ગુજરાતની સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી કોણ છે આગળ?

ઉત્તર ગુજરાતની 32માંથી 25 બેઠક પર ભાજપ, 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ આગળ આગળ છે. થરાદમાં શંકર ચૌધરી 20 હજારથી વધુની લીડથી આગળ છે. અહીં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર દેખાઇ રહી છે. જોકે, સ્પષ્ટ ચિત્ર બપોર બાદ સામે આવી જશે. ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર આગળ. છે, તો ધાનેરામાં અપક્ષના માવજી દેસાઇ આગળ છે. મતગણતરી પહેલાં જ મહેસાણા મતગણતરી કેન્દ્રની ચાવી ગુમ થઇ ગઇ હતી. તો મોડાસાના GEC મત ગણત્રી કેન્દ્ર પર બિનવારસી બેલેટ પેટી મળી આવી હતી. જોકે, ધ્યાને જતા કર્મચારીએ પેટી ઉઠાવી હતી. ગુજરાત વિધાનસભાની 182 બેઠકની ચૂંટણીની આજે મતગણતરી યોજાઇ છે. 5મી ડીસેમ્બરે યોજાયેલા મતદાનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાની કુલ 32 બેઠકના કુલ 289 ઉમદેવારોના ભાવિનો આજે ફેલસો થશે. બાદ બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

કઇ બેઠક પર કોણ આગળ

ક્રમ જિલ્લો બેઠક ઉમેદવાર પાર્ટી
1 બનાસકાંઠા વાવ સ્વરુપજી ઠાકોર ભાજપ
2 બનાસકાંઠા થરાદ શંકર ચૌધરી ભાજપ
3 બનાસકાંઠા ધાનેરા માવજી દેસાઈ અપક્ષ
4 બનાસકાંઠા દાંતા(ST) લઘુ પારઘી ભાજપ
5 બનાસકાંઠા વડગામ(SC) મણિ વાઘેલા ભાાજપ
6 બનાસકાંઠા પાલનપુર અનિકેત ઠાકર ભાજપ
7 બનાસકાંઠા ડીસા પ્રવીણ માળી ભાજપ
8 બનાસકાંઠા દિયોદર કેશાજી ચૌહાણ ભાજપ
9 બનાસકાંઠા કાંકરેજ કેિર્તીસિંહ વાઘેલા ભાજપ
10 પાટણ રાધનપુર લવિંગજી ઠાકોર ભાજપ
11 પાટણ ચાણસ્મા દિલીપ ઠાકોર ભાજપ
12 પાટણ પાટણ ડૉ. કિરીટ પટેલ કોંંગ્રેસ
13 પાટણ સિદ્ધપુર ચંદનજી ઠાકોર કોંગ્રેસ
14 મહેસાણા ખેરાલુ સરદાર ચૌધરી ભાજપ
15 મહેસાણા ઊંઝા કિરિટ પટેલ ભાજપ
16 મહેસાણા વિસનગર કિરીટ પટેલ કોંંગ્રેસ
17 મહેસાણા બેચરાજી સુખાજી ઠાકોર ભાજપ
18 મહેસાણા કડી કરશન સોલંકી ભાજપ
19 મહેસાણા મહેસાણા મુકેશ પટેલ ભાજપ
20 મહેસાણા વિજાપુર ડૉ.સી.જે ચાવડા કોંગ્રે્સ
21 સાબરકાંઠા હિંમતનગર કમલેશ પટેલ કોંગ્રેસ
22 સાબરકાંઠા ઈડર(SC) રમણલાલ વોરા ભાજપ
23 સાબરકાંઠા ખેડબ્રહ્મા(ST) અશ્વિન કોટવાલ ભાજપ
24 સાબરકાંઠા પ્રાંતિજ ગજેન્દ્ર પરમાર ભાજપ
25 અરવલ્લી ભિલોડા રૂપસિંહ ભગોડા આપ
26 અરવલ્લી મોડાસા ભીખુસિંહ પરમાર ભાજપ
27 અરવલ્લી બાયડ ભીખીબેન પરમાર ભાજપ
28 ગાંધીનગર દહેગામ બલરાજસિંહ ચૌહાણ ભાજપ
29 ગાંધીનગર ગાંધીનગર સાઉથ અલ્પેશ ઠાકોર ભાજપ
30 ગાંધીનગર ગાંધીનગર નોર્થ રીટા પટેલ ભાજપ
31 ગાંધીનગર માણસા જયંતી પટેલ ભાજપ
32 ગાંધીનગર કલોલ બકાજી ઠાકોર ભાજપ
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page