Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightકેરળમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદને લઈને 4 જિલ્લાઓમાં એલર્ટ

કેરળમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદને લઈને 4 જિલ્લાઓમાં એલર્ટ

નવી દિલ્હીઃ કેરળમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. આ પહેલા હવામાન વિભાગે કેરળની રાજધાની તિરૂવનંતપુરમના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગનું માનવું છે કે, 9, 10 અને 11 જૂને કેરળના ત્રિશૂર, એર્નાકુલમ, મલપ્પુરમ, કોઝિકોડ જિલ્લામાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. આગામી 48 કલાકમાં મોનસૂન ગતિ પકડવાની આશા છે.

ભારતીય હવામાન વિભાગે (IMD) આગાહી કરી હતી કે, નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને કેરળમાં આગામી 72 કલાક દરમિયાન ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

નોંધનીય છે કે, કેરળમાં 2014ના વર્ષમાં ચોમાસું 5મી જૂન, 2015માં છઠ્ઠી જૂન અને 2016માં 8મી જૂનના રોજ આવ્યું હતું. જ્યારે વર્ષ 2018માં કેરળમાં ત્રણ દિવસ પહેલા એટલે કે 29મી મેના રોજ ચોમાસાએ એન્ટ્રી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page