Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalપૈસા નહોતા તો નેનો કારને હેલિકોપ્ટર બનાવી દીધું, તસવીરો જોઈને વિશ્વાસ...

પૈસા નહોતા તો નેનો કારને હેલિકોપ્ટર બનાવી દીધું, તસવીરો જોઈને વિશ્વાસ જ નહીં આવે

બિહારમાં અનલોક થતાં જ લગભગ તમામ ધંધાર્થી સહિત ટેન્ટ અને બેંડવાળાઓ રાહતનો શ્વાસ લીધો છે. લગ્નને લઈને બુકિંગ શરૂ થઈ ગયા છે. એવામાં જાનને આકર્ષક રૂપ આપવાની તૈયારીઓમાં બેંડવાળા કામે લાગી ગયા છે. બગહામાં દુલ્હાની એક કાર હાલ ચર્ચાનો વિષય બની છે. નેનો કારને 2 લાખ રૂપિયામાં ‘હેલિકોપ્ટર’નું રૂપ આપ્યું છે. હવે આ હેલિકોપ્ટરવાળાં કારમાં સવાર થઈને દુલ્હો પોતાની દુલ્હનના ઘરે જશે. ખાસ વાત એ છે કે, આ કારને અત્યાર સુધી 19 લોકોએ બુકિંગ કરાવી લીધું છે.

નેનોને હેલિકોપ્ટરનું રૂપ આપનાર કારીગરે જણાવ્યું કે, અમે ઘણી આવા લગ્નને ટીવી પર બતાવ્યા જેમાં દુલ્હો હેલિકોપ્ટરમાં સવાર થઈને પહોંચ્યો હોય. દુલ્હાએ દુલ્હનને લાવવા માટે હેલિકોપ્ટર ભાડા પર લીધું હતું. એવું લાગે છે કે, જેની ઈચ્છા હોય છે કે, તે પણ હેલિકોપ્ટરથી પોતાની દુલ્હનને ઘરે લઈને આવ્યા, પરંતુ મોંઘવારીને કારણે તેના સપનાં તુટી જાય છે. એવામાં હવે ઉડ્યા વગર હેલિકોપ્ટર મારફતે લોકોની ઈચ્છા પુરી થાય છે.

કારને હેલિકોપ્ટરના રૂપ આપનાર કારીગર ગુડ્ડુ શર્માએ જણાવ્યું કે, ડિજીટલ ઈન્ડિયામાં આ અવિષ્કાર આત્મનિર્ભર ભારતનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ રીતે હેલિકોપ્ટર બનાવવામાં દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. જ્યારે હાઈટેક ડિઝાઈન આપવામાં લગભગ બે લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચો થયો હતો. આ હેલિકોપ્ટરનું ભાડું 15 હજા રૂપિયા છે.

આખી ગાડીને તૈયાર કરાવવા માટે સેંસરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સેંસરના માધ્યમથી હેલિકોપ્ટરના પાંખિયા ચાલશે. એટલું જ નહીં પાછળ લાગેલ પંખો પણ સેંસરના આધારે ચાલશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page