Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Right40ની ઉંમરમાં પતિ-પત્નીએ બનાવ્યા એબ્સ, આ ડાઇટ ફોલો કરીને ઘટાડ્યું 20 કિલો...

40ની ઉંમરમાં પતિ-પત્નીએ બનાવ્યા એબ્સ, આ ડાઇટ ફોલો કરીને ઘટાડ્યું 20 કિલો વજન

નવી દિલ્હી: પોતાને ફીટ રાખવા માટે લોકોને એક તરફ ખૂબ મહેનત કરવી પડે છે, ત્યારે બીજી તરફ એક મારવાડી કપલે એબ્સ બનાવી બધાને ચોંકાવી દીધા છે. આ પતિ-પત્નીએ ખાવામાં સામાન્ય ફેરફાર અને એક્સરસાઈઝની મદદથી આ સિદ્ધિ મેળવી છે.

એક વેબસાઈટના રિપોર્ટ મુજબ ફેટથી ફીટ બનનારું આ કપલ રાજસ્થાનનું છે. પતિનું નામ આદિત્ય છે અને તે રાજસ્થાન શિક્ષણ વિભાગમાં કામ કરે છે. તેની પત્ની ગાયત્રી હાઉસ વાઇફ છે. તેમને બે પુત્રો છે. જેમાં એક 14 વર્ષનો પુત્ર અને એક 9 વર્ષની પુત્રી છે.

રિપોર્ટ મુજબ આદિત્યનું વજન પહેલાં 72 કિલો હતું. ત્યારે તેને બધા કપડાં ટાઈટ થતાં હતા. બીજા ફીટ લોકોને જોઇને આદિત્યના મનમાં ટ્રાન્સફોર્મેશનનો વિચાર આવ્યો હતો. તેણે પોતાને ફીટ કરવાની સાથે પોતાની પત્ની પણ ભાગીદાર બનાવી. આદિત્યએ હવે 20 કિલો વજન ઘટાડ્યું છે, જ્યારે તેની પત્નીનું વજન 11 કિલો વજન ઘટ્યું છે.

આ મારવાડી કપલે પોતાને ફીટ રાખવા માટે ખૂબ મહેનત કરી છે. તેઓ સપ્તાહમાં છ દિવસ વર્કઆઉટ કરતાં હતા. તેઓ દરરોજ બે બોડી પાર્ટસ પર ફોકસ કરીને તેની એક્સરસાઈઝ કરતાં હતા. કપલ વેજીટેરીયન હોવાથી લંચ અને બ્રેકફાસ્ટમાં સોયા ચંક્સ ખાતા હતા. જ્યારે રાતના ખાવામાં થોડાંક ભાત અને સોયા ચંક્સ ખાતા હતા.

સપ્તાહમાં એક વાર કે મહિનામાં બે વાર ચીટ મીલ કરતાં હતા. જેમાં તેઓ પોતાની મનપસંદ કોઈ ડીશ ખાતા હતા. આદિત્ય અને તેની પત્નીના આ જુસ્સાને જોઈને આજે તમામ ચોંકી ગયા છે. તેમના આ ફેરફારની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page