Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅલ્પા પટેલે ધામધૂમથી ઉદય ગજેરા સાથે કર્યાં લગ્ન, જુઓ મહેંદીથી લઈને ફેરા...

અલ્પા પટેલે ધામધૂમથી ઉદય ગજેરા સાથે કર્યાં લગ્ન, જુઓ મહેંદીથી લઈને ફેરા સુધીનો વેડિંગ આલ્બમ

ગુજરાતની ફેમસ સિંગર અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે રંગેચંગે ફેરા ફર્યા હતા. અલ્પા પટેલના આ લગ્ન પોતાના ગામ નાના મુંજીયાસરમાં યોજાયા હતા. મહેંદીથી લઈને રિસેપ્શન એમ ત્રણ દિવસ સુધી લગ્નનો જલ્સો ચાલ્યો હતો, જેમાં ગુજરાતની અનેક મોટી સેલિબ્રીટીઓ ઉપસ્થિત રહી હતી. આ અંગેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

અલ્પા પટેલના મંગેતર ઉદય ગજેરા સાથે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુજિયાસર ગામે વાજતે ગાજતે લગ્ન યોજાયા હતા. વરરાજા જેવા ઘોડા પર બેસીને આવ્યા તો દુલ્હન અલ્પા પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. કપલે આ તકે ફોટો પણ પડાવ્યા હતા.

જાનના સ્વાગતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં જાનૈયાઓએ ઢોલના તાલે રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. આ તકે દુલ્હનના રૂપમાં અલ્પા પટેલ ખૂબ સોહામણી લાગતી હતી. તેણે આછા પિંક કલરની ચણિયાચોળી પહેરી હતી.

અલ્પા પટેલ અને ઉદય ગજેરાએ પરણતા પહેલાં ગરબાના તાલે દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. કપલ એકબીજા સાથે ગરબા રમ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલાં પીઠીની વિધિ કરવામાં આવી હતી. જેમાં પીળા રંગના ડ્રેસમાં અલ્પા પટેલ ખૂબ સુંદર લાગતી હતી. સગાસંબંધીઓએ અલ્પા પટેલને પીઠી ચોળી હતી. અલ્પાએ મિત્રો અને સંબંધીઓ સાથે આ તકે ફોટો પણ પડાવ્યા હતા.

અલ્પા પટેલની મહેંદીની તસવીરો પણ સોશ્યલ મીડિયાં વાઈરલ થઈ રહી છે. જેમાં અલ્પા પટેલે આકર્ષક ડિઝાઈન મહેંદી મૂકાવી હતી. જેમાં મહેંદીમાં રાજા-રાણીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું.

અલ્પા પટેલના લગ્નમાં અનેક ડાયરા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. દેવાયત ખવડ સહિતના કલાકારોએ સ્ટેજ પર પર્ફોર્મન્સ આપીને લગ્ન્માં હાજર સૌ કોઈ લોકોને ડોલાવ્યા હતા.

આ પહેલાં સિંગર અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે અલગ અલગ લોકેશન પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. સિંગર અલ્પા પટેલના પતિ ઉદય ગજેરા વિશે વધુ વિગત મળી શકી નથી. બંનેએ ગયા નવેમ્બરમાં સગાઈ કરી હતી. જેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં અપલોડ કરવામાં આવી હતી.

આજે ગુજરાતભરમાં જાણીતા અલ્પા પટેલની જિંદગી ખૂબ સંઘર્ષ ભરેલી રહી હતી. 1 વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યા બાદ ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. ભાઈ અને માતાએ મજૂરી કરી અલ્પા પટેલને ખૂબ સપોર્ટ કર્યો હતો. પહેલા પ્રોગ્રામમાં અલ્પા પટેલને માત્ર 50 રૂપિયા મળ્યા હતા. આજે અલ્પા પટેલ પર ડાયરામાં હજારો રૂપિયાનો વરસાદ થાય છે. આજે સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામદીઠ 1થી 1.25 લાખની ફી લેતા અલ્પા પટેલના સંઘર્ષથી માંડીને સફળતા સુધીની અજાણી વાતો તમને જાણાવીએ.

સિંગર અલ્પા પટેલનો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંઝીયાસર ગામમાં થયો હતો. અલ્પાપટેલ એક વર્ષના હતા અને તેમના પિતાનું અવસાન થયું હતું. નાની ઉંમરે તેમના પર મોટુ દુ:ખી આવી પડ્યું હતું. ઘરની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી.

નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અલ્પાના ભાઈ મહેન્દ્ર અને માતા મધુબેને મજૂરી કામ શરૂ કર્યું હતું. અલ્પાનો ઉછેર સુરત મામાને ઘરે થયો. મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ અલ્પાએ પીટીસીનો અભ્યાસ કર્યો હતો.

અલ્પાને નાના દ્વારા વારસામાં સંગીતના ગુણો મળ્યા છે. નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલા અલ્પા પટેને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો હતો.

પિતાના અવસાન બાદ માતા અને ભાઈને મદદરૂપ થવા અલ્પા પટેલે નાની ઉંમરમાં સિંગગની શરૂઆત કરી હતી. અલ્પા પટેલ 11 વર્ષની ઉંમરમાં મામાના ઘરે સુરત રહેતા હતા ત્યારે ગાવાનો પહેલો મોકો મળ્યો હતો. સુરતમાં આ પોગ્રામ કરવાના અલ્પા પટેલને માત્ર 50 રૂપિયા મળ્યા હતા.

સંઘર્ષના દિવસોમાં અલ્પા પટેલ સવારે લગ્નગીત અને સાંજે ડાયરો એમ બે શિફ્ટમાં કામ કરતાં. મહિને પ્રોગ્રામમાં અલ્પા પટેલ ગાતા હતા. બાદમાં અલ્પા પટેલના કંઠના સૂર એવા રેલાયા કે તેઓ ગુજરાતભરમાં ફેમસ થઈ ગયા.

આજે ડાયરા અને સંતવાણીના એક પ્રોગ્રામના અલ્પા પટેલ 1 લાખથી લઈને 1.25 લાખ રૂપિયાની ફી વસૂલે છે. ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મુંબઈ જેવા શહેરોમાં પણ સંખ્યાબંધ પ્રોગ્રામ કરનાર અલ્પાબેન પટેલના નામે સતત 10 કલાક ગાવાનો રેકોર્ડ છે.

અલ્પા પટેલ સ્વભાવે આધ્યાત્મિક છે. તેમને ભક્તિમય વાતાવરણ પસંદ છે, જેથી તેઓ અવારનવાર સોમનાથની મુલાકાત લે છે.અલ્પા પટેલને મહિલા પ્રતિભા ગૌરવ પુરસ્તાર સહિત 50થી વધુ એવોર્ડ અને સન્માનપત્રો મળી ચૂક્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page