Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Bottomવલસાડ: વોટ્સએપ પર તલાક આપતાં પત્નીએ પતિ વિરૂદ્ધ કરી પોલીસ ફરિયાદ

વલસાડ: વોટ્સએપ પર તલાક આપતાં પત્નીએ પતિ વિરૂદ્ધ કરી પોલીસ ફરિયાદ

વલસાડ: વલસાડના ઉમરગામ પાસે ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિદેશ રહેતા પતિએ તેની પત્નીને સોશિયલ મીડિયાનું સૌથી ફેમસ વોટ્સએપ પર તલાક આપી દીધા છે. ઉમરગામ પાસે આવેલા સંજાણા ગામની ફહીમ કાલીયા નામની મહિલાએ તેના પતિ વિરૂદ્ધ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવીને ન્યાની માગણી કરી છે.

વોટ્સએપ પર તલાક આપતા પત્નીએ તેના પતિ પર આરોપ લગાવ્યો છે કે, નિસંતાન નણંદને પોતાની કૂખે જન્મેલો બાળક દત્તક આપવાની માગ સાસરિયા પક્ષ દ્વારા કરવામાં આવતી હતી અને તે બાબતને લઈને અનેક વાર સાસરિયા પક્ષ દ્વારા મહિલાને શારિરીક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો.

પરિણીત મહિલા દ્વારા આરોપી પતિ વિરૂદ્ધ ફરિયાદ કરીને તેને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. વોટ્સએપ પર ત્રિપલ તલાકની ઘટના બનતાં આ કિસ્સો ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો હતો. પોલીસ દ્વારા પરિણીત મહિલાની ફરિયાદ લઈને પતિ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page