Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalયુવતીએ ઓનલાઇન ઓર્ડર કર્યો તો હોટલે સાપની કાંચળીમાં પરોઠા પેક કરી દીધા

યુવતીએ ઓનલાઇન ઓર્ડર કર્યો તો હોટલે સાપની કાંચળીમાં પરોઠા પેક કરી દીધા

આજકાલ ઓનલાઈન ફૂડનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. મોટા શહેરોની સાથે હવે નાના શહેરોમાં પણ ઓનલાઈન ફૂડ ડિલિવરી થવા લાગી છે, પરંતુ કેરળમાંથી ફૂડ ડિલિવરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ તમે ઓનલાઇન મંગાવેલા ફૂડને એકવાર હંમેશા ચેક કરી લેશો.

સાપની ચામડીમાં વીંટોળીને મોકલ્યા પરાઠા
કેરળના તિરુવનંતપુરમમાં એક છોકરીએ પોતાના પરિવાર માટે ઓનલાઇન ફૂડ મંગાવ્યું હતું. યુવતીએ ઓનલાઈન પરાઠા મંગાવ્યા હતા, પરંતુ જ્યારે પરાઠાની ડિલીવરી થઈ ત્યારે બધાના હોશ ઉડી ગયા હતા. હકીકતમાં, જ્યારે છોકરીએ ઓર્ડર ખોલ્યો, ત્યારે જે અખબારમાં તે લપેટવામાં આવ્યું હતું, તેની સાથે સાપની ચામડી પણ હતી. સાપની ચામડી જોઈને પરિવારના લોકો ચોંકી ગયા હતા અને પોલીસમાં ફરિયાદ કરી હતી.

પોલીસે હોટલ બંધ કરાવી
પરિવારની ફરિયાદ બાદ પોલીસે હોટલને હંગામી ધોરણે બંધ કરી દીધી હતી. આ સાથે જ હોટલ મેનેજમેન્ટને સૂચના આપવામાં આવી હતી કે જ્યાં સુધી હોટલની સફાઈ નહીં થાય ત્યાં સુધી હોટલ ખોલવા દેવામાં આવશે નહી.

ફૂડ સૅફ્ટી ઓફિસરે હોટલની મુલાકાત લીધી
આ ફરિયાદ બાદ આ વિસ્તારની ફૂડ સેફ્ટી ઓફિસર અર્શિકા બશરે જણાવ્યું હતું કે, ‘અમે તાત્કાલિક હોટેલનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં ખરાબ હાલતમાં કામ થઈ રહ્યું હતું. રસોડામાં પુરતું અજવાળું નહોતું અને કચરો પણ બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. આઉટલેટને તાત્કાલિક બંધ કરવામાં આવ્યું હતું અને તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.’ અમારી પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, સાપની ચામડી પેકિંગ પેપરમાં હતી અને પરાઠા એ જ પેપરમાં પેક કરવામાં આવ્યા હતા.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page