Friday, May 17, 2024
Google search engine
HomeNationalસસરાને વહુ પર છે ગર્વ, દીકરો જે ના કરી શક્યો તે વહુએ...

સસરાને વહુ પર છે ગર્વ, દીકરો જે ના કરી શક્યો તે વહુએ કરાવી બતાવ્યું

13 જાન્યુઆરી, 2019ના દિવસને જીવનમાં હું ક્યારેય નહીં ભૂલી શકું. મારા પતિ બાલાઘાટના લાંજી પોલીસ સ્ટેશનમાં SI હતા. તેમની ફરજ વિધાનસભાના અધ્યક્ષના વાહનમાં હતી. ત્યારે જ એક ટ્રકે તેના વાહનને ટક્કર મારી હતી. પતિ સાથે અન્ય ત્રણ પોલીસકર્મી શહીદ થયા હતા. એ વખતે મારા ખોળામાં દોઢ વર્ષનો દીકરો અને સાડા ત્રણ વર્ષની દીકરી હતી. બંને સિઝેરિયન ડીલીવરી. જ્યારે મને નિમણૂંક મળી, ત્યારે મેં વિચાર્યું કે હું પોલીસની ફરજ કેવી રીતે નિભાવી શકીશ?

આ સમયે મારા પિતા અને સાસરાએ મને પ્રોત્સાહન આપ્યું. સસરાએ કહ્યું કે, ‘મારો દીકરો જે ના કરી શક્યો, એ હવે તારે કરવાનું છે.’ તેમના આ શબ્દોથી મને હિંમત મળી, મારા પતિની શહીદીના લગભગ 11 મહિના પછી 19 ડિસેમ્બર, 2019ના રોજ, હું સબ-ઇન્સ્પેક્ટર બની. આ તાલીમ 01 જાન્યુઆરી,2021 થી 21 ફેબ્રુઆરી 2022 સુધી ચાલી હતી. બંને બાળકો દીદી સાથે મોટા થયા હતા.

ટ્રેનિંગમાં રનિંગ ખુબ જ મુશ્કેલ હતી
મારા પરિવારમાં ઘૂંઘટપ્રથા પહેલેથી ચાલી આવે છે ને મારી સાથે મોટેભાગે એવાં તાલીમાર્થીઓ હતા કે, જે પહેલેથી જ SI ની તૈયારી કરી રહ્યા હતા એટલે મને કોઈ વિશેષ છૂટછાટ મળી શકે એમ નહોતી. મારે વધુ પડતી મહેનત કરવી પડી. સૌથી અઘરી બાબત કોઈ હતી તો એ દોડવું અને દિવાલ પાર કરવી. એ પછી પણ મેં સારા રેટિંગ સાથે ટ્રેનિંગ પૂરી કરી હતી. હું આ દિવસોમાં અગર-માળવા જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં PSI તરીકે પોસ્ટેડ છું. આ તાલીમ ડિસેમ્બર, 2022માં પૂર્ણ થશે. આ પછી RAPTC (રુસ્તમ જી આર્મ્ડ પોલીસ ટ્રેનિંગ કોલેજ)માં તાલીમ લેવામાં આવશે.

આ વાત છે શાજાપુર જિલ્લાના નાનકડા ગામ રાઘવખેડીની 33 વર્ષીય વહુ પૂજા સોલંકીની. પતિ હર્ષવર્ધન સિંહ સોલંકી SI હતા, જે VIP ડ્યૂટી દરમિયાન શહીદ થયા હતા. પૂજા MBA પાસ હાઉસવાઇફ હતી, પરંતુ ક્યારેય નોકરીનો વિચાર કર્યો નહોતો. સરકારે આ કેસને ખાસ માન્યો અને પૂજાને તેના પતિની જગ્યાએ SI બનાવી.

વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવામાં 11 મહિનાનો સમય લાગ્યો, આ વખતે પૂજાએ ઘરે ગાળ્યો. ત્યારબાદ તેણે ભોપાલની ભુંરી પોલીસ એકેડેમીમાં ૧૩ મહિનાની સખત તાલીમ લીધી હતી. પૂજા કહે છે કે, મેં ક્યારેય ફટાકડા ફોડ્યા નહોતા, પરંતુ આજે હું AK-47, કાર્બાઇન સહિત 9 હથિયારોનો ઉપયોગ કરું છું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page