Wednesday, April 10, 2024
Google search engine
HomeRecipeસ્કૂલેથી આવતા બાળકોને આજે નાસ્તામાં આપો ગ્રીલ્ડ ટોમેટો ચીઝ સેન્ડવીચ

સ્કૂલેથી આવતા બાળકોને આજે નાસ્તામાં આપો ગ્રીલ્ડ ટોમેટો ચીઝ સેન્ડવીચ

અમદાવાદઃ સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને બાળકો ઘરે આવીને નાસ્તમાં રોજ નવી-નવી ડિમાન્ડ કરે છે. જમવાને વાર હોવાથી બાળકોને થોડીક જ મિનિટમાં બની જતા ગરમા-ગરમ નાસ્તામાં એવું તો શું આપી શકાય તેને લઈ માતાઓને મૂંઝવણ થતી હોય છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગ્રીલ્ડ ટોમેટો ચીઝ સેન્ડવીચ.

સામ્રગીઃ
ચાર બ્રેડની સ્લાઈસ
ચાર ચીઝ સ્લાઈસ)
2 ટામેટા (પાતળી સ્લાઈસ)
4 બેઝિલના પાન
1 ચમચી માખણ
મીઠું, મરી સ્વાદ પ્રમાણે

રીતઃ
1. ગ્રીલ્ડ ટોમેટો ચીઝ સેન્ડવીચ બનાવવા માટે પ્લેટમાં બે બ્રેડની સ્લાઈસ લો. બ્રેડ પર થોડું બટર લગાવો.

2. બટર લગાવ્યા બાદ બ્રેડની સ્લાઈસ પર સૌ પહેલાં ટામેટાની સ્લાઈસ સાથે 1 બેઝિલનું પાન મૂકો. પછી મીઠું-મરી છાંટો અને તેની પર ચીઝની સ્લાઈસ મૂકો. બીજી સ્લાઈસ પર પણ આ જ રીતે કરો. હવે બંને બ્રેડની સ્લાઈસને ભેગી કરી હાથથી સહેજ દબાવો.

3. હવે બંને સાઈડ થોડું-થોડું બટર લગાવો.

4. ગ્રીલ્ડ કરવા માટે સેન્ડવીચ મેકરને પહેલેથી થોડું ગરમ કરીને નાખો. હવે, બ્રેડને સેન્ડવીચ મેકરમાં મૂકો.

5. બંને સાઈડ બ્રાઉન રંગની ના થાય ત્યાં સુધી સેન્ડવીચ મેકરમાં રાખો. બંને સાઈડ બ્રાઉન રંગની થઈ જાય એટલે સ્વીચ બંધ કરી દો.

6. તૈયાર છે ગ્રીલ્ડ ટોમેટો ચીઝ સેન્ડવીચ.

નોંધઃ સેન્ડવીચ મેકર ના હોય તો ગેસ પર તવી મૂકીને ધીમી આંચ પર બંને સ્લાઈસ વારાફરતી બ્રાઉન રંગની ના થાય ત્યાં સુધી શેકો. વચ્ચે વચ્ચે થોડું બટર નાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page