ગુજરાતના ચાવાળાએ ખરીદી મર્સિડીઝ, જોનારા જોતાં જ રહી ગયા

એક યુવા સાહસી અને મોટિવેશનલ સ્પીકર અને IIM ડઓપ આઉટ પ્રફુલ બિલ્લોરેએ આજે પોતાની જ એક ઓળખ બનાવી છે. કૉલેજથી નીકળીને MBA ચાવાળા તરીકે કરિયરની શરૂઆત કરનાર પ્રફુલે તાજેતરમાં જ પોતાના કાર કલેક્શનમાં નવી મર્સિડિઝ બેન્ઝ GLE નો સમાવેશ કર્યો છે. સોશિયલ મીડિયા પર પ્રફુલ તેના અલગ-અલગ પ્રકારના વીડિયો અને પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે ઈંસ્ટાગ્રામ પર પોતાની એક નવી ગાડીનો વીડિયો શેર કર્યો છે, જે લોકોને ખૂબ ગમી રહ્યો છે.

પ્રફુલ બિલ્લોરે તે સમયે પહેલીવાર ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે ઈન્ડિયન ઈણ્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદની બહાર એક ચાની દુકાન શરૂ કરી હતી અને અત્યારે આપણા દેશમાં 200 કરતાં વધારે આઉટલેટ્સ છે. મોટાભાગના લોકો તેમની ફર્મના નામને MBA કોર્સ સાથે જોડે છે, પરંતુ અવું નથી. તેમના ફર્મમાં MBA નો અર્થ છે, ‘મિસ્ટર બિલ્લોરે અમદાવાદ’. પ્રફુલે તેની આ લગ્ઝરી એસયૂવીની ડિલીવરીનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે, જે બહુ ઝડપથી વાયરલ બની છે. તો ચાલો જાણીએ કેવી છે એમબીએ ચાવાળાની આ લગ્ઝરી કાર.

મર્સિડિઝ બેન્ઝ GLE બ્રાન્ડની બેસ્ટ સેલિંગ લગ્ઝરી એસયૂવીમાંની એક છે. ઈન્ડિયન માર્કેટમાં તેની કિંમત 88 લાભ રૂપિયાથી શરૂ થઈને 1.05 કરોડ રૂપિયા સુધીની છે, જે અલગ-અલગ વેરિએન્ટ્સ પર નિર્ભર કરે છે. મર્સિડીઝની આ એસયૂવી ત્રણ વેરિએન્ટ્સમાં આવે છે, જેમાં 300ડી, 400ડી અને 450ડી પેટ્રોલમાં મળે છે.

તેમાં 3.0 લીટરની ક્ષમતાનું સિક્સ સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 435 bhp નો પાવર જનરેટ કરે છે, તો ડીઝલ વેરિએન્ટમાં 2.0 લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 245 bhp નો પાવર જનરેટ કરે છે. આ સિવાય એસયૂવી 330 bhp નો પાવર જનરેટ કરનાર 3.0 લીટરની ક્ષમતાવાળુ એન્જિન પણ આવે છે. આ એઅન્જિનને 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવે છે.

જેટલી કિંમત આ એસયૂવીની છે, એ જ રીતે તેમાં એડવાન્સ ફીચર્સનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. તેમાં સેફ્ટી માટે 9 એરબેગ, એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટી, પેનોરમિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરા, એક બર્મેસ્ટર સાઉન્ડ સિસ્ટમ, ફોર ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, એર સસ્પેન્શન અને પાર્કિંગ આસિસ્ટ હોય છે.

Similar Posts