Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratપરિણીત પ્રેમી જોડું મજા માણવા રૂમમાં ઘૂસ્યું, પરિવારે બંનેને પૂરી દીધાં

પરિણીત પ્રેમી જોડું મજા માણવા રૂમમાં ઘૂસ્યું, પરિવારે બંનેને પૂરી દીધાં

નડિયાદ જિલ્લામાં એક વિચિત્ર અને શોકિંગ બનાવ બન્યો છે. નડિયાદના મહુધાના ખિલાડીથી ચુણેલ તરફ જવાના રસ્તા પર આવેલા શંકરપુરામાં બે પરિણીત પ્રેમી પંખીડા પરિવારોના હાથે ઝડપાઈ ગયા. મહેમદાવાદના સમસપુરના ભૂમિકાબેન (નામ બદલેલ છે.)ના લગ્ન શંકરપુરાના પ્રિતેશભાઈ (નામ બદલેલ છે) સાથે થયા હતા.અગાઉ આ પ્રિતેશ વેલ્ડર તરીકે લોકેશભાઈને ત્યા નોકરી કરતો હતો.પ્રિતેશના જણાવ્યા પ્રમાણે લગ્ન બાદ એક વખત લોકેશે તેઓની પત્ની ભૂમિકા ને ફોન કરી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જે મામલે ભૂમિકાએ ફરીયાદ કરતા તેઓએ લોકેશ ને ઠપકો આપ્યો હતો. જે બાદ લોકેસે નોકરી છોડી દીધી હતી.

થોડા સમય બાદ પ્રિતેશને ત્યા પુત્રનો જન્મ થયો હતો. અને બાળક બિમાર રહેતુ હોઈ બાળક જ્યારે પણ બીમાર પડે ત્યારે તે લોકેશ પાસે બાકી પગારની માંગ કરતો હતો. જ્યારે લોકેશ પ્રિતેશની લાચારીનો ફાયદો ઉઠાવવા દવાખાને સાથે મને લઇ જાય તો જ હું તને પૈસા આપુ તેવી જિદ્દ કરતો હતો.

દીકરાની માંદગીના સમયગાળામાં લોકેશ અને ભૂમિકા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, જેનો એક દિવસ ભાંડો ફૂટતાં પ્રિતેશ અને લોકેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ બાદ ભૂમિકા પોતાના છ માસના બાળકને મૂકી પિયર ભાગી ગઈ હતી. આખરે સોમવારના રોજ ભૂમિકાને તેડી લેવાનું નક્કી થયું હતું, પરંતુ એ પહેલાં જ ભૂમિકા પ્રેમી લોકેસ સાથે રંગેહાથ ઝડપાઈ ગઈ.

પ્રિતેશભાઈના જણાવ્યા પ્રમાણે, લોકેશની પત્નિએ સોમવારની સવારે 7 વાગ્યાની આસપાસ તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે ભૂમિકા અને લોકેશ પટેલના ખેતરની ઓરડીમાં ગઇકાલ રાત્રિના રોકાયાં છે, જેથી બંનેના પરિવારે સ્થળ પર પહોંચી તેમને ઓરડીમાં પૂરી દેતાં ભારે હોબાળો મચ્યો હતો અને ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં મહુધા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી, જેમણે પ્રેમીપંખીડાંને પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રેમસંબંધ બાબતે પ્રિતેશ અને ભૂમિકા વચ્ચે ઝઘડો થયો હોઈ ભૂમિકા તેના છ માસના પુત્રને સાસરીમાં મૂકીને જ પિયર જતી રહી હતી. એ બાદ તે લોકેશને મળતી હતી. આજે સવારે પણ બંને પ્રેમીપંખીડાં ખેતરની ઓરડીમાં ઝડપાયાં ત્યારે પ્રિતેશે ભૂમિકા ને તેના બાળક વિશે એકવાર ના વિચાર્યું? એમ કહી ઠપકો આપ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page