Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodપોલીસે 'બબિતા'ની કરી ધરપકડ, 4 કલાક પૂછપરછ ચાલી, ફફડી ગઈ અભિનેત્રી

પોલીસે ‘બબિતા’ની કરી ધરપકડ, 4 કલાક પૂછપરછ ચાલી, ફફડી ગઈ અભિનેત્રી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ સીરિયલ ગ્લેમરસ ગર્લ એટલે કે બબિતાજીની ધરપકડ કરવામાં આવી છે. બબિતા એટલે કે મુનમુનદત્ત સોમવારે હરિયાણાના હાંસી પોલીસ સામે હાજર થઈ હતી. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 4 કલાક બબિતાની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ તેને વચગાળાના જામીન પર છોડવામાં આવી હતી. નોંધનીય છે કે મુનમુન દત્તા સામે એસસી એસટી એક્ટ અંતર્ગત હાંસીના દલિત અધિકારી કાર્યકર્તા રજત કલ્સને 13 મે 2021ના રોજ કેસ નોંધાવ્યો હતો.

મુનમુન દત્તાની એક ઝલક મેળવવા માટે ડીએસપી કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મુનમુન દત્તા પોતે પણ પોતાની સાથે હાઇકોર્ટના વકીલ અને હાઇકોર્ટના આદેશ પર બે સુરક્ષાકર્મીઓ અને બાઉન્સરો સાથે ડીએસપી કાર્યાલય પહોંચી હતી. મુનમુન દત્તાએ આ દરમિયાન કોઇપણ મીડિયા કર્મી સાથે વાત કરી ન હતી. મુનમુન દત્તા સામે એસસી એસટી એક્ટ અંતર્ગત હાંસીના દલિત અધિકારી કાર્યકર્તા રજત કલ્સને 13 મે 2021ના રોજ કેસ નોંધાવ્યો હતો.

મુનમુન દત્તાએ આ પછી પોતાની સામે નોંધાવેલા કેસને ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તે અરજીને સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બરે 2021ના રોજ ફગાવી દીધી હતી.

મુનમુન દત્તાની અગ્રીમ જામીન અરજી હિસારની એસસી-એસટી એક્ટ અંતર્ગત સ્થાપિત વિશેષ અદાલતે 28 જાન્યુઆરીએ ફગાવી દીધી હતી. જે પછી મુનમુન દત્તાએ અગ્રીમ અરજી માટે પંજાબ હરિયાણા હાઇકોર્ટની શરણ લીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page