Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratગુજરાત પોલીસના હેડ કોન્સ્ટેબલને સલામ, એક સેકન્ડ મોડું કર્યું હોત તો મહિલા...

ગુજરાત પોલીસના હેડ કોન્સ્ટેબલને સલામ, એક સેકન્ડ મોડું કર્યું હોત તો મહિલા…

નવસારી ટાઉન પોલીસ મોટા બજારમાં આવ્યું છે જેમાં સમગ્ર દિવસ દરમ્યાન ભીડભાડ જોવા મળે છે સાથે આ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશન પણ કાર્યરત છે. જેમાં કોઈ કેસના ઉકેલને લઈને આવેલી મહિલા નિરાશ થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને મહિલા પોલીસ સ્ટેશનના ધાબા પર ચડી જઈને આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી જેને લઇને આજુબાજુ અને બજારમાં ફરતા લોકોના જીવ પડીકે બંધાયા હતા અને ભરબજારમાં મહિલાને બચાવવા માટે બૂમાબૂમ થઈ હતી.

પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી મુજબ આ મહિલા કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં હતી જેમાં મહિલાને પુરુષ સાથે રહેવું હતું. પરંતુ આ સમગ્ર મામલે સમાધાન શક્ય ન થતાં મહિલા નિરાશ થઈ હતી અને આત્મહત્યાનો માર્ગ અખત્યાર કર્યો હતો. જે માટે મહિલાએ ટાઉન પોલીસ સ્ટેશનના ધાબા ઉપર ચડીને નીચે કુદવા ની તૈયારી કરી હતી.

ત્યારે ભર બજારમાં લોકોએ બૂમાબૂમ કરતા લોકોનું નીચે ટોળું ભેગું થયું હતું અને મહિલાને સમજાવવા લાગ્યા હતા. પરંતુ મહિલા એકની બે ન થતા પોલીસ સ્ટેશનમાંથી કર્મીઓ પણ મહિલાને સમજાવવા માટે ધાબા પર ચડ્યા હતા અને તમામ પ્રકારની કોશિશો કરી હતી.

પરંતુ હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ એ મહિલા ને શાંત પાડીને તેનો હાથ ખેંચી લીધો હતો જેથી ટાઉન પોલીસ સ્ટેશનમાં મોટો અકસ્માત થતાં રહી ગયો હતો અને પોલીસ કર્મીઓમાં હાશકારો થયો હતો.

દરેક લોકો કોઇને કોઇ સમસ્યા લઈને પોલીસ સ્ટેશનના દ્વારે આવતા હોય છે ત્યારે ક્યારેક તેમની સમસ્યા ઉકેલાઈ છે તો કોઈક વાર તેમને નિરાશા મળે છે ત્યારે કેટલાક લોકો આવેશમાં આવીને ન કરવાનું કરી બેસે છે.

આ પ્રકારનો બનાવવા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બનવા પામ્યો હતો. જેમાં સદનસીબે મહિલાનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે નો મોબાઈલ રેકોર્ડિંગ વીડિયો હાલ નવસારીના સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page