Thursday, April 18, 2024
Google search engine
HomeNationalપત્નીના રેપિસ્ટને પતિએ આપ્યું ફિલ્મી સ્ટાઈલમાં મોત, જોઈને પોલીસને આંખો પણ ફાટી...

પત્નીના રેપિસ્ટને પતિએ આપ્યું ફિલ્મી સ્ટાઈલમાં મોત, જોઈને પોલીસને આંખો પણ ફાટી રહી ગઈ

એક શોકિંગ અને હચમાવી દેતો બનાવ સામે આવ્યો છે. પત્ની સાથે થયેલા ગેંગરેપનો પતિએ ફલ્મી સ્ટાઈલમાં બદલો લીધો હતો. પત્નીના બળાત્કારીને એવી સજા આપી કે જોનારા ચીસો પાડી ગયા હતા. ગેંગરેપના એક આરોપીને પતાવી દીધા બાદ બાકીના બે પણ તે ફિલ્મી સ્ટાઈલમાં મોત આપવા માંગતો હતો. જોકે એ પહેલાં જ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે. જ્યારે ગેંગેરેપના અન્ય બે આરોપીઓને પણ પોલીસ દબોચી લીધા છે.

મધ્યપ્રદેશના રતલામના રત્તાડખેડા ગામમાં થોડાક દિવસ પહેલાં ખેડૂત લાલસિંહે પોતાના ખેતરમાં જેવી ટ્યૂબવેલ સ્ટાર્ટ કરી તેના ચીંથડા ઉડી ગયા હતા. પોલીસને પ્રાથમિક તપામાં જ ખબર પડી ગઈ હતી કે આ મામલો હત્યાનો છે. તપાસમાં ખબર પડી કે ગામનો 32 વર્ષનો સુરેશ લોઢા નામનો યુવાન બે દિવસથી પરિવાર સાથે ગાયબ છે. પોલીસે મોબાઈલ ટ્રેસ કરીને તે સુરેશ જાદવને ઝડપી પાડ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં સુરેશ લોઢા તૂટી ગયો હતો. પછી તેણે પોલીસને એવા ખુલાસા કર્યા કે સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ હતી.

સુરેશ લોઢાએ કહ્યું હતું કે મારી પત્ની પર ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો હતો. હું તેનો બદલો લેવા માંગતો હતો. એટલા માટે તેણે વહેલી સવારે ખેતરમાં જિલેટીન અને ડેટોનેટરને ટ્યૂબેવેલના સ્ટાર્ટર સાથે જોડી દીધા, અને જેવું લાલ સિંહે બટન દબાવ્યું કે વિસ્ફોટ થયો અને તેના કટકા થઈ ગયા હતા.

પત્ની પરના ગેંગરેપનો બદલો લેવો હતો
લાલાસિંહની હત્યામાં ઝડપાયેલા સુરેશ લોઢાએ જણાવ્યું હતુંકે એક વર્ષ પહેલાં ભૂતપૂર્વ સરપંચ ભવરલાલ, લાલસિંહ અને દિનેશે તેની પત્ની સાથે ગેંગરેપ આચર્યો હતો. ત્રણેય તેને ધમકી પણ આપતા હતા. એટલે જ ત્રણેયને ખતમ કરવાની કસમ ખાધી હતી. સૌથી પહેલા ભવરલાલને મારવાનો પ્રયત્ન કર્યો હતો, તેને ફિલ્મી સ્ટાઈલમાં મારવા માગતો હતો, પણ ઓછા વિસ્ફોટને કારણે તે બચી ગયો હતો. ત્યાર પછી ગત 4 જાન્યુઆરીને રાત્રે 3 વાગ્યે તે લાલસિંહને ખેતરે પહોંચ્યો હતો. કોદાળીથી જમીન ખોદી અને 14 રોડ અને ડેટોનેટર ટ્યૂબબેલના સ્ટાર્ટર બટન સાથે જોડી દીધા હતા. ત્યાર પછી સવારે જેવું લાલ સિંહે સ્ટાર્ટર બટન દબાવ્યું તેના ચિંથડા ઉડી ગયા હતા.

પહેલાથી જ પોલીસની રડારમાં હતો
પોલીસને જણાવ્યા મુજબ સુરેશ લોઢા લોખંડનો વેપાર કરે છે, તે પહેલાંથી જ શકમંદ તરીકે રડારમાં હતો. ઘટનાની પહેલાં જ તે બાળકોને બીજા ગામ મૂકી આવ્યો હતો. ઘટના પછી તે પણ ભાગી ગયો હતો. પોલીસની પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો હતો.

ગેંગરેપના બાકીના આરોપીઓને પણ પોલીસે દબોચી લીધા
આ મામલામાં સુરેશ લોઢાને જિલેટિન અને ડેટોનેગર વેચનાર બદ્રીલાલને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસે વિસ્ફોટક વેચવાનું લાયસન્સ પણ નહોતું. બીજી તરફ પોલીસે સુરેશની પત્ની પર રેપના અન્ય આરોપી ભૂતપૂર્વ સરપંચ ભવરનાલ અને દિનેશની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. રતલામના એસપીએ કહ્યું હતું કે આરોપીને સખત સજા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page