Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalસુહાગરાત પર નવી-નવેલી દુલ્હને પતિ પાસે કરી આ ડિમાન્ડ, પૂરી ના થતાં...

સુહાગરાત પર નવી-નવેલી દુલ્હને પતિ પાસે કરી આ ડિમાન્ડ, પૂરી ના થતાં માગ્યા સીધા જ ડિવોર્સ!

સહારનપુરઃ યુપીના સહારનપુરની દુલ્હને સુહાગરાત પર પતિ પાસે ‘મુંહ દિખાઈ’ની વિધિમાં એવી ડિમાન્ડ કરી હતી કે પતિને નવાઈ લાગી હતી. આટલું જ નહીં જ્યારે સાસુમાને આ ડિમાન્ડની જાણ થઈ ત્યારે તે સીધી પોલીસ સ્ટેશન ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં મહિલાની સુનાવણી ના થતા સાસુએ એસએસપીને આ આખી બાબત જણાવી હતી.

મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ સુપ્રત કરી
એસએસપી દિનેશ કુમાર પીએ આ મામલાની તપાસ મહિલા પોલીસ સ્ટેશનને આપી છે. સાસુની ફરિયાદ તથા દુલ્હનની ડિમાન્ડ સાંભળીને એકવાર તો એસએસપી પણ ચમકી ઉઠ્યાં હતાં. ખરી રીતે, આ મામલો મોબાઈલ ફોન સાથે જોડાયેલો છે. એસએસપીની ફરિયાદ બાદ સાસુમાએ કહ્યું હતું કે દુલ્હને સુહાગરાત પર ‘મુંહ દિખાઈ’ પર ઓપ્પો સ્માર્ટ ફોન તથા જીયો સિમ કાર્ડની ડિમાન્ડ કરી હતી. સાસુએ કહ્યું હતું કે જ્યારે આ ડિમાન્ડ પૂરી ના થઈ તો દુલ્હને ડિવોર્સની ધમકી આપી હતી.

શંકા વ્યક્ત કરી
સાસુએ એવી શંકા વ્યક્ત કરી હતી કે દુલ્હન હવે દહેજના ખોટા કેસમાં ફસાવી શકે છે. તેણે ધમકી આપી હતી કે તેને ઓપ્પો ફોન નહીં મળે તો તે ડિવોર્સ માટે દહેજને લઈ ફરિયાદ કરશે. દુલ્હન શહેરની છે અને પતિ ગામનો છે. એસએસપી દિનેશ કુમારે કહ્યું હતું કે આ પ્રકારના કેસ કાઉન્સિલિંગથી ઉકેલી શકાય છે. બંને પક્ષોનું કાઉન્સિલિંગ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page