Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratફરવા ગયા ત્યારે પતિની પડોશણ સાથે મળી ગઈ હતી આંખ ને પછી...

ફરવા ગયા ત્યારે પતિની પડોશણ સાથે મળી ગઈ હતી આંખ ને પછી ખેલાયો ખુની ખેલ

જારના સતાપર ગામે મહિલાની હત્યા નિપજાવી નાખવામાં આવી હતી. પોલીસની સતર્કતા અને વિજ્ઞાનની મદદથી પાડોશી દંપત્તી સાથે અન્ય એક વ્યક્તિએ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓની અટક કરી હતી. પરંતુ ઝડપાયેલા આરોપીઓ પૂછપરછમાં સહકાર ન આપી ગુનો ન કબૂલતા કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.આ અંગે અંજારના ડી.વાય.એસ.પી. મુકેશ ચૌધરીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, સતાપર જુના ગામમાં રહેતી મીઠીબેન હરિભાઈ ઢીલાની હત્યા થઇ હતી.

આશરે અઠવાડિયા અગાઉ કચ્છ જિલ્લા પોલીસને ચોરી અને હત્યાનો બનાવ બન્યો હોવાની માહિતી મળી હતી. એને પગલે અંજાર પોલીસની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને FSLની ટીમને પણ બોલાવી લીધી હતી. પોલીસ પ્રાથમિક તપાસ કરતાં ઘરમાં કબાટમાંથી કેટલીક રોકડ અને દાગીના ગાયબ હતાં, જેને લીધે પ્રાથમિક નજરે ચોરી કરવાના ઇરાદે આવેલા ચોરોએ મહિલાની હત્યા કરી હોવાનું દૃશ્ય ઊભું થયું હતું. જોકે ઘટનાસ્થળની કેટલીક વિગતો શંકાસ્પદ લાગી હતી, જેને પગલે પોલીસ સઘન તપાસ કરતાં પ્રથમ નજરે ચોરીને ઇરાદે લાગતી હત્યાના બનાવમાં મોટો વળાંક આવ્યો હતો અને આખી ઘટનાને પાડોશી દંપતીએ અંજામ આપ્યો હોવાનું ખૂલતાં ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

સતાપરના જૂનાગામમાં રહેતા હરિભાઈ પાંચાભાઈ ઢીલા (36 ) રાબેતા મુજબ સવારે આઠેક વાગ્યાના સુમારે છકડો લઈ ધંધાર્થે અંજાર ગયા હતા, જ્યાંથી બપોરે દોઢ વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા હતા અને પત્ની મીઠીબેન ઢીલા(34 ) પાસે જમવાનું માગ્યું હતું, પરંતુ પલંગમાં સૂઈ રહેલાં મીઠીબેન કોઈ જવાબ ન આપતાં હરિભાઈએ તેમના મોં પરથી ઓશીકું હટાવતાં તેમની ગળું કાપી હત્યા થયેલી લાશ દેખાઈ હતી. પત્નીની લાશ જોઈને હરિભાઈ ડઘાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકતાં પાડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ જાણ કરતાં પોલીસ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

એ ચારેય જણ થોડા સમય અગાઉ જૂનાગઢ અને સોમનાથ તરફ ફરવા ગયા હતા. એ વખતે કંકુબેન, શંભુભાઈ અને મીઠીબેન વચ્ચે આડાસંબંધો હોવાની જાણ થઈ હતી. એ બંને મિત્રો અને પાડોશી છે. ક્યારેક સાથે કામ કરવા પણ જાય છે. આ બાબતે તેમને અગાઉ સામાન્ય બોલાચાલી થઈ હશે.

અંજારના Dysp મુકેશ ચૌધરીએ કહ્યું હતું કે મૃતક મીઠીબેન તથા તેમના પતિ હરિભાઈ ઢીલા અને આરોપી કંકુબેન(30 ) તથા તેમના પતિ શંભુભાઈ રાધાભાઈ કેરાસિયા (34) એક ઘર છોડીને જ રહે છે. મૃતક મીઠીબેનને એક છોકરો અને એક છોકરી છે, જેમાંથી એક બાળક ભચાઉમાં ભણે છે અને દીકરી ગામમાં જ સ્કૂલે જાય છે. જ્યારે આરોપીને પણ બે છોકરા છે. હરિભાઇ છકડો ચલાવે છે. જ્યારે શંભુ ખાનગી કંપનીમાં નોકરી અને મજૂરી કરે છે. મૃતક મીઠીબેન અને આરોપી કંકુબેન પણ મજૂરી કરતાં હતાં. ઉપરાંત ભરત પણ ભરતાં હતાં.

આગળ તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન અગાઉ આ બંને વચ્ચે મોટો ઝઘડો થયો હોય એવું ધ્યાન પર નથી આવ્યું. બનાવના દિવસે કંકુબેન કામ કરીને ઘરે આવ્યાં. આ લોકો આઠથી અગિયાર વાગ્યા સુધી કામે હતાં. અગિયાર વાગ્યે ત્યાંથી નીકળ્યાં એટલે ચાલતાં ચાલતાં સવા અગિયારની આસપાસ ઘરે પહોંચ્યાં હોય. અગાઉના મનદુઃખના કારણે કંકુબેન વાતચીત કરવા ગયાં હશે અને એ વખતે ઉગ્ર બની ગયા હશે. સામસામે બોલાચાલી વધારે થઈ ગઈ. એ વખતે તે કાતર ઇરાદાપૂર્વક સાથે જ લઈને ગયા હતા. કાતરથી ગળા પર બે ઘા માર્યા હતા. શંભુ પણ ત્યાં હાજર હતો તો તેણે પણ હત્યા બાદ સાફસફાઇમાં મદદ કરી. તેનો મિત્ર ગોપાલ લક્ષ્મણ માતા આખા ગામમાં ફરતો હોય છે. એ સમયે ત્યાંથી નીકળતો હશે તો તેને પણ મદદમાં બોલાવી લીધો. તેમની બાળકી સાડાદસ વાગ્યે શાળાએ જતી રહે છે, એટલે મીઠીબેનને એકલી જોઈને જ ઝઘડવા ગયા હોઈ શકે છે. બનાવ સવા અગિયારથી દોઢ વાગ્યાની વચ્ચેનો છે.

ચોરી બતાવવાનું આખું પ્લોટિંગ જ હતું. આરોપીઓને એમ હતું કે ચોરી કે લૂંટના ઇરાદો બતાવી દઈએ એટલે આપણા પર કંઈ નહીં આવે. ગોપાલ આવ્યો એ પછી ત્રણેયે ભેગા મળીને આ આઇડિયા નક્કી કર્યો હતો કે આવું કંઈક કરીએ. ગોપાલ ગામમાં કોઇના પણ ઘરમાં ઘૂસી જાય. શંભુ અને ગોપાલ પણ સાથે મળીને નાનીમોટી ચોરી કરવાની ટેવવાળા છે, એટલે તેમણે આ રીતે પ્લાનિંગ કર્યું હોય કે ચોરી બતાવી તો આપણા માથેથી મેટર નીકળી જાય. ગોપાલ વિરુદ્ધ દારૂ-જુગારના કેસ છે. શંભુ પણ આમ ખાનગી કંપનીમાં રાતપાળીમાં નોકરી કરતો હતો. પછી સવારે ઘરે આવીને ખેતરમાં કે અન્ય જગ્યાએ કામ કરતો હતો.

હત્યા કર્યા બાદ ત્રણેયે ઘર, આંગણ, બાથરૂમ અને દીવાલો પરથી લોહીના ડાઘ સાફ કરી નાખ્યા હતા. ઉપરાંત હત્યા સમયે પહેરેલાં કપડાં પણ ધોઈ નાખ્યાં હતાં અને ચોરીના ઇરાદે હત્યા થઈ હોવાનું દૃશ્ય ઊભું કર્યું હતું. ઉપરાંત હત્યામાં વપરાયેલી કાતર પણ પોતાના ઘરમાં માળિયા પર નાખી દીધી હતી.

એ વખતે FSL હતી એટલે તેમની હાજરીમાં સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કર્યા હતા, એટલે આ કેસ ડિટેક્ટ થઈ ગયો. FSLએ એ માટે જે લિક્વિડ વાપર્યું હતું એ ફોરેન્સિક માટે જ બનાવેલું હોય છે. જે જગ્યા પર છાંટતાં જ લોહીના ડાઘ હોય છે એ જગ્યાનો રંગ બદલાઈ જાય છે. આ ઘટનાની તપાસ માટે ખુદ અંજાર ડીવાયએસપી, સ્થાનિક પોલીસ, એલસીબી અને FSL જોડાયા હતા. સતાપર જૂનાગામની 2500થી 3000ની વસતિ છે. મોટા ભાગના આહીર લોકો જ રહે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page