Friday, April 12, 2024
Google search engine
HomeNationalપોલીસ કર્મીએ પીડિતા સાથે પહેલા ફ્રેન્ડશિપ કરી પછી આચર્યું દુષ્કર્મ

પોલીસ કર્મીએ પીડિતા સાથે પહેલા ફ્રેન્ડશિપ કરી પછી આચર્યું દુષ્કર્મ

પાલી શહેરની એક પરિણીતાએ SI રામલાલ મીણા સામે શારીરિક શોષણનો આરોપ લગાવી કોર્ટ દ્વારા ફરિયાદ નોંધાવી છે. પીડિતાનો આરોપ છે કે, બિલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં તેણે દહેજ ઉત્પીડન મામલે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન તેની ઓળખ રામલાલ મીણા સાથે થઈ હતી. આ પછી તેની સાથે ફ્રેંડશિપ કરીને દુષ્કર્મ કર્યું હતું. તે સમયે આરોપી ASI હતો. દહેજ ઉત્પીડનની ફરિયાદ લખાવ્યા પછી તે તપાસ કરવા માટે તેના ઘરે આવતો-જતો હતો. મહિલાનો આરોપ છે કે, પાલીમાં પોસ્ટિંગ દરમિયાન આરોપી SI સામે કોર્ટ દ્વારા પોલીસ ફરિયાદ કરી છે.

26 વર્ષીય પીડિતાએ એડવોકેટ યોગેશ શર્મા દ્વારા કોર્ટમાંથી ફરિયાદ દાખલ કરી જણાવ્યું છે કે, ‘તેના લગ્ન બિલાડમાં થયા છે. વર્ષ 2017માં તેમને પતિ અને સાસરિયા પક્ષ સામે બિલાડ પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરાવ્યો છે. જેની તપાસ ASI રામલાલ મીણા કરી રહ્યા હતાં.’ મહિલાનો આરોપ છે કે, ‘કેસમાં મદદ કરવાને બહાને અને ખુદ અપરિણીત હોવાનું કહીને તેના પતિ સાથે છૂટાછેડા લેવા માટે પ્રેરિત કરી હતી. આ પછી સતત તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.’

પીડિતાનો આરોપ છે કે, ‘પાલીમાં આરોપી SIએ તેના નામે ખાલી સ્ટેમ્પ પેપર ખરીદ્યા અને લગ્ન કરવા માટે ડોક્યુમેન્ટ બનાવ્યા હતાં. આ પછી તેને છુપાઈને લગ્ન કર્યા હતાં. લગ્ન છુપાઈને રાખવા માટે આરોપી SIએ તેની પાસે જબરદસ્તી ગર્ભપાત કરાવ્યું હતું.’ વર્ષ 2020માં પોલીસ સ્ટેશન નૈનવા, બૂંદી પર SIની પોસ્ટ પર તહેનાત થયા પછી પીડિતા ત્યાં ગઈ ત્યારે તેને ખબર પડી કે, રામલાલ પરિણીત છે અને તેમના બે સંતાન છે. મહિલાનો આરોપ છે કે, SI તેની સાથે મારઝૂડ કરી ત્યાંથી ભાગી ગયો અને દસ્તાવેજ સળગાવી દીધા હતાં.

પીડિતાએ કોર્ટ દ્વારા ફરિયાદ કરી છે. જેની તપાસ પોલીસ ઇન્સપેક્ટરને સોંપવામાં આવી છે. એવી માહિતી સામે આવી છે કે, બૂંદીમાં પણ આ રીતનો કેસ પીડિતાએ દાખલ કરાવ્યો હતો. તેમની ફરિયાદને આધારે પૂરાવા માંગ્યા છે. પાલીમાં આરોપી પોલીસ અધિકારીના સામે પણ તપાસ કરવામાં આવી રહી છે. – કાલુરામ રાવત, એસપી. પાલી

આ મહિલાને કોઈ પણને બ્લેકમેલ કરી જબરદસ્તી લોકો પર પ્રેસર બનાવી રૂપિયા વસૂલવાનું કામ કરે છે. જેની આખા પાલી શહેરન ખબર છે. આ મહિલાને દારૂ પીવાની ટેવ છે. આ ઘટના ખૂબ જ પહેલાંની છે. – રામલાલ મીણા, પૂર્વ SI, કિશનગંજ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page