Tuesday, April 9, 2024
Google search engine
HomeGujarat‘હેલ્મેટ પહેરવાથી મારું મગજ ફરી જાય છે’, અમદાવાદના લોકોએ પોલીસને બતાવ્યા નવા-નવા...

‘હેલ્મેટ પહેરવાથી મારું મગજ ફરી જાય છે’, અમદાવાદના લોકોએ પોલીસને બતાવ્યા નવા-નવા બહાના

અમદાવાદ: આજથી ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ થઈ ગયો હતો જેના કારણે ઘણાં લોકોને દંડનો ભોગ બન્યા હતાં. જોકે અમદાવાદીઓએ નવા નવા બહાના પોલીસને બતાવ્યા હતા જે સાંભળીને તો તમે પણ હસી પડશો. અમદાવાદીઓએ પોલીસને કેવા-કેવા બહાના બતાવ્યા તે જાણીને તો પોલીસવાળા પણ માથું ખંજવાળા લાગ્યા હતા.

યુવતીએ કહ્યું, અકસ્માત બાદ હેલ્મેટ પહેરવાથી મગજ ફરી જાય છે

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસેથી એક્ટિવા લઈ જતી યુવતીએ કહ્યું હતું કે, મારા માથે વાગ્યું હોવાથી ડોક્ટરે મને હેલ્મેટ પહેરવાની ના પાડી છે. હું હેલ્મેટ પહેરૂં તો મારૂ મગજ ફરી જાય છે તો હું શું કરું તેની ખબર જ નથી પડતી? પોલીસે આખરે આ યુવતીને મેમો આપ્યા વગર જ જવા દીધી હતી.

સાહેબ હેલ્મેટ છે પણ માથે વાગ્યું હોવાથી પહેર્યું નથી

મોટર સાઈકલ પર સવાર થઈને જઈ રહેલા ચાલકે કહ્યું હતું કે, મારી પાસે હેલ્મેટ છે. પરંતુ માથે વાગ્યું હોવાથી હું પહેરી શકતો નથી. ત્યાર બાદ બાઈક ઉપર લગાવેલ હેલ્મેટ પોલીસને બતાવી હતી, જોકે, પોલીસે ચાલકને કહ્યું કે, ડોક્ટરનું સર્ટીફીકેટ લઈને ફરો.

મારી પાસે હેલ્મેટ ખરીદવાના પૈસા નથી

અમદાવાદના પાલડી ભઠ્ઠા પાસેથી એક્ટીવા પર પસાર થઈ રહેલા યુવકને પોલીસે પુછ્યું કે, કેમ હેલ્મેટ પહેર્યું નથી તો ચાલકે પોલીસને કહ્યું હતું કે, મારી પાસે હેલ્મેટ ખરીદવાના પૈસા નથી. એટલે હું શેઠ પાસે પૈસા લઈને હેલ્મેટ ખરીદવા જઈ રહ્યો છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page