Tuesday, April 9, 2024
Google search engine
HomeSportsપાર્ટીમાં જે મિસ્ટ્રી ગર્લ સાથે પૃથ્વી શો જોવા મળ્યો એ કોણ છે?

પાર્ટીમાં જે મિસ્ટ્રી ગર્લ સાથે પૃથ્વી શો જોવા મળ્યો એ કોણ છે?

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો હાલ બહુ જ ચર્ચામાંછે. પૃથ્વી શોને શ્રીલંકાની વિરુદ્ધ આગામી ટી20 અને વન-ડે સીરિઝ માટે નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. પૃથ્વીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રોફાઈલ ફોટો પણ હટાવી લીધો હતો. હવે પૃથ્વી શોએ ગમને ભુલાવતાં નવા વર્ષની શરૂઆત શાનદાર રીતે થઈ હતી.

રિપોર્ટ્સ પ્રમાણે પૃથ્વી શોએ નવા વર્ષની પાર્ટી મુંબઈના એક પબમાં ઉજવી હતી. 23 વર્ષના પૃથ્વીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ન્યુ યર પાર્ટીની તસવીરો પોસ્ટ કરી હતી. આ દરમિયાન એક તસ્વીરમાં તે એક મિસ્ટ્રી ગર્લની સાથે પોઝ આપતાં જોવા મળ્યો હતો. એવામાં ચાહકો એ જાણવા માગે છે કે, તે મિસ્ટ્રી ગર્લ કોણ છે.

આ મિસ્ત્રી ગર્લ કોઈ બીજું નહીં પરંતુ અભિનેત્રી નિધિ રવિ તપાડિયા છે. મહારાષ્ટ્રની રહેવાસી નિધિ એક સોશિયલ મીડિયા સેન્સેશન છે અને તેનું ઈન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે. તે પોતાની ગ્લેમરસ છબિ અને ટેલેન્ટને કારણે ચાહકોની વચ્ચે બહુ જ લોકપ્રિય છે.

નિધિ તપાડિયા અલગ-અલગ કંપનીઓની જાહેરાતોમાં પણ જોવા મળે છે. નિધિએ પોતાના કરિયરની શરૂઆત 2016માં એક ટીવી અભિનેત્રીના રૂપમાં કરી હતી અને તે સીઆઈડીમાં પણ કામ કરી ચૂકી છે. નિધિ તપાડિયાને પોતાની પહેલી ઓળખ ‘જટ્ટા કોકા’ના સોંગથી મળી હતી, જેણે પ્રસિદ્ધ પંજાબી સિંગર કુલવિંદર બિલ્લાએ ગાયું હતું. તે હાલમાં ટોની કક્કડના વીડિયો સોંગ ‘કિસ યુ’માં જોવા મળી હતી.

સુત્રો પ્રમાણે નિધિ પહેલા પૃથ્વી શો અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો હતો. વર્ષ 2020માં બન્નેની વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ હવે બન્ને એક બીજાને ઈન્સ્ટાગ્રામ પર પણ અનફોલો કરી ચૂક્યા છે.

પૃથ્વી શોએ છેલ્લીવાર વર્ષ જુલાઈ 2021માં ટીમ ઈન્ડિયા માટે ભાગ લીધો હતો. ત્યારે તેણે શ્રીલંકાની વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલ રમ્યો હતો. આઈપીએલ 2022માં પૃથ્વી શોનું પ્રદર્શન સારું રહ્યું નહોતું અને તે 10 મેચમાં 283 રન બનાવવામાં સફળ રહ્યો હતો.


પૃથ્વી શો આઈપીએલ 2023માં પણ દિલ્હી કેપિટલ્સ માટે રમતો જોવા મળશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત રોડ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હોવાને કારણે લગભગ જ આગામી આઈપીએલ રમી શકશે. એવામાં પૃથ્વી શોને પણ કેપ્ટનની જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page