Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodક્યૂટ બેબીને નજર ન લાગે, પ્રિયંકાએ જાહેરમાં પહેરીવાર દીકરીનો ચહેરો બતાવ્યો

ક્યૂટ બેબીને નજર ન લાગે, પ્રિયંકાએ જાહેરમાં પહેરીવાર દીકરીનો ચહેરો બતાવ્યો

આખરે પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરી ‘માલતી મેરી ચોપરા જોનસ’નો ચહેરો તેના ચાહકોને બતાવ્યો. તેણે એક ઇવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં તેના પતિ નિક જોનસ સહિત જોનસ બ્રધર્સે તેમના ‘વોક ઓફ ફેમ’ને પહેલીવાર જાહેરમાં દેખાડ્યું હતું.

પ્રિયંકા પહેલી હરોળમાં માલતીને ખોળામાં લઈને બેઠી હતી. ક્રીમ આઉટફિટ અને મેચિંગ હેરબેન્ડમાં માલતી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. તેણે કાનના નાના સ્ટડ્સ પણ પહેર્યા હતા. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર આ ઇવેન્ટના એક ફોટો અને વીડિયો શેર કર્યા છે, જેમાં માલતીનો ચહેરો સ્પષ્ટ જોઇ શકાય છે.

ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શેર કરતા પ્રિયંકાએ લખ્યું, ‘મને તારા પર ગર્વ છે, માય લવ! @jonasbrothers અભિનંદન.’ આ ફોટોમાં ત્રણેય જોનસ બ્રધર્સ સ્ટેજ પર તેમના ‘વોક ઓફ ફેમ’ સર્ટિફિકેટ સાથે ઊભા છે જ્યારે પ્રિયંકા અને માલતી તેમને પ્રેક્ષકોમાંથી જોતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં પ્રિયંકા માલતી સાથે રમતી જોવા મળી રહી છે, જે નિક જોનસને જોઈને બૂમાબૂમ કરી રહી હતી. નિક જોનસે કહ્યું, ‘મારી સુંદર પત્ની, તું મુશ્કેલ પરિસ્થિતિમાં પણ એકદમ શાંત રહે છે એકદમ ખડકની માફક. તારી સાથે મારાં લગ્ન થયા એ સૌથી મોટી ભેટ છે. હું ખુશ છું કે, મને તારી સાથે પેરેન્ટ બનવાનું સુખ મળ્યું.’ માલતીને પણ સ્ટેજ પરથી હાઈ કહીને કહ્યું કે, તે તેની સાથે ફરી અહીં આવવા માગે છે પણ ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ હશે.


પિતા નિક જેવી દેખાય છે માલતી
પહેલીવાર માલતીનો ચહેરો જોઈને પ્રિયંકા અને નિકના ચાહકો ખુશ થઈ ગયા હતા. એક ચાહકે આ પોસ્ટની પ્રતિક્રિયામાં લખ્યું, ‘ઓહને પહેલી વાર બેબી માલતી એમ જોવા મળ્યું! (નજર ઉતારી લઉં (આ બેબીને કોઈની ખરાબ નજર ન લાગે).) બીજાએ લખ્યું, ‘ક્યૂટ બેબીને જોઈ શકું છું.’ વધુ એક ચાહકે લખ્યું, ‘તમારી પુત્રી સુંદર છે! તેના માટે ત્યાં હોવું ખૂબ જ અદ્ભુત છે!’ ઘણાને તે નિક જેવી પણ લાગતી હતી. એક વ્યક્તિએ ટિપ્પણી કરી, ‘ઓએમજી! તમારી પુત્રી તમારા પતિ જેવી જ લાગે છે!’ વધુ એક ચાહકે કહ્યું, ‘આખરે તે ઝલક મળી .. પહેલું બાળક હંમેશાં તેના પપ્પા જેવું દેખાય છે એમ હું માનું છું.’

પ્રિયંકા અને નિકે સરોગેસી દ્વારા માલતીને જન્મ આપ્યો હતો. તે તાજેતરમાં જ એક વર્ષની થઈ છે. આ ત્રણેય તેમના લોસ એન્જલસના આલીશાન ઘરમાં રહે છે. અત્યાર સુધી, પ્રિયંકાએ માલતીના ઘણા ફોટોઝ શેર કર્યા હતા પરંતુ, હંમેશાં તેના ચહેરા પર હાર્ટ ઇમોજી રાખવામાં આવતું હતું.

માલતી પ્રી-મેચ્યોર બેબી છે
પ્રિયંકા અને નિકે 22 જાન્યુઆરી, 2022ના રોજ સોશિયલ મીડિયા પર દીકરીના જન્મની જાહેરાત કરી હતી. આ દંપતીએ પોસ્ટ શેર કરી અને કહ્યું કે, તેઓ સરોગસી દ્વારા માતાપિતા બન્યાં છે. પ્રિયંકાની બાળકીનો જન્મ ડૉક્ટરે આપેલી તારીખનાં 12 અઠવાડિયાં પહેલાં થયો હતો. પ્રી-મેચ્યોર ડિલિવરીને કારણે માલતી થોડી નબળી હતી. આ માટે નિક-પ્રિયંકાએ નક્કી કર્યું હતું કે, ‘જ્યાં સુધી બાળક સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તે હોસ્પિટલમાં જ રહેશે.’

નિકથી 10 વર્ષ મોટી છે પ્રિયંકા
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બોલિવૂડના સૌથી ચર્ચિત કપલમાંથી એક છે. આ કપલે 2 ડિસેમ્બર, 2018ના રોજ ઉદયપુરના ઉમેદ ભવન પેલેસમાં હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. પ્રિયંકા અને નિક જોનાસની ઉંમરનું અંતર 10 વર્ષનું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page