Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઘાતકી રીતે કરી મા-દીકરીની હત્યા ને પછી ઘરમાં એવી કરી તોડફોડ કે.....

ઘાતકી રીતે કરી મા-દીકરીની હત્યા ને પછી ઘરમાં એવી કરી તોડફોડ કે…..

આગરા જિલ્લાના બાહ કસ્બાની ગલી કલ્યાણ સાગર વિસ્તારમાં બુધવારે રાતે લગભગ એક વાગે ચપ્પલનો વેપારી ઉમેશ પૈગરિયાના ઘરમાં ઘૂસેલા પાંચ શખ્સોએ તેની પત્ની કુસમા દેવી, પુત્રી સવિતા ગુપ્તાના હાથ-પગ બાંધીને મોઢું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ ઘરના કબાટ અને બેડની નીચે છુપાવીને રાખેલા 27 લાખની કેશ સહિત 50 લાખ રૂપિયાથી વધારેના દાગીના લૂંટી લીધા હતાં. હત્યા અને લૂંટની ઘટના પર એસએસપી સુધીર કુમાર સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ફોરેન્સિક અને ડોગ સ્ક્વોડની ટીમે ઘટનાસ્થળે તપાસ કરી હતી.

એસએસીએ જણાવ્યું હતું કે, લૂંટ અને હત્યાની ઘટનાનો પર્દાફાશ કરવા પોલીસની ચાર ટીમ તપાસ કરી રહી છે. ચપ્પલના વેપારી ઉમેશ પૈંગરિયાએ પોલીસને જણાવ્યું કે, તે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર પરિવારના સભ્યો સાથે આરામ કરતો હતો. પત્ની કુસમા દેવી અને પુત્રી સવિતા અને ધેવતા અનુજ પહેલા માળે આરામ કરતા હતાં. રાતે લગભગ એક વાગ્યાની આસપાસ છતના રસ્તે બારી ખોલીને પાંચ શખ્સો પહેલા માળ પરની રૂમમાં ઘૂસ્યા હતાં.

બેડ પર આરામ કરી રહેલ કુસમા દેવી, સવિતા ગુપ્તાના હાથ પગ બાંધી દીધા. ત્યાર બાદ તે બન્નેના મોંઢું દબાવીને હત્યા કરી નાખી. તે દરમિયાન અવાજન સાંભળતં અનુજ જાગી ગયો હતો તો પાંચ શખ્સોએ તેને પણ માર માર્યો હતો. ત્યાર બાદ કબાટ અને બેડની નીચે મુકેલા 27 લાખ રૂપિયા અને દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતાં.

ઘરમાં આરામ કરી રહેલા કુસમા દેવી અને પુત્રી સવિતાની હત્યાને લઈને પરિવાર સહિત આસપાસના લોકોમાં આક્રોશ છે. બુધવાર રાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બન્નેના મૃતદેહ ઘરે પહોંચ્યા તો લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો હતો. ઘટના બની તે વિસ્તારમાં લોકોના ટોળાં જોવા મળ્યા હતાં. તે દરમિયાન લોકો લૂંટ અને હત્યાની ઘટનાનો ખુલાસો અને અજાણ્યા શખ્સોની ધરપકડની માંગ કરી રહ્યાં છે.

લોકોના ટોળાં વળ્યાં છે તેવી જાણ થતાં જ પોલીસ સિવાય ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. તેમણે જણાવ્યું કે, ખુલાસો અને બદમાશોની ધરપકડ કરવા માટે એસએસપીએ પોલીસની ચાર ટીમો બનાવી છે જે હાલ તપાસ કરી રહી છે.

ઈસ્પેન્કટરે પીડિત પરિવારને આશ્વાસન આપતાં કહ્યું છે કે, જલ્દી પોલીસ ઘટનાનો ખુલાસો કરીને બદમાશોની ધરપકડ કરશે. આ આશ્વાસન પર લોકોએ પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. આ દરમિયાન લગભગ 45 મીનિટ સુધી અવર-જવર બંધ રાખવામાં આવી હતી.

ગલી કલ્યાણ સાગરમાં કુસમા દેવી અને પુત્રી સવિતા ગુપ્તાની હત્યા અને લૂંટની ઘટનાને લઈને સમાજ અને વેપારી લાઈનમાં ચર્ચાનો વિષય બન્યો છે. બુધવારે સવારે જે પણ વ્યક્તિએ આ ઘટના અંગે જાણ થઈ એવું તરત જ ઉમેશ પૈંગરિયાના ઘરે પહોંચી ગયા હતાં. ગમ અને ગુસ્સામાં ડૂબેલા પરિવારને આશ્વાસન આપ્યું હતું. શોકને લઈને સમગ્ર વિસ્તારમાં બજાર બંધ રહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page