લોકકલાકાર રાજભા ગઢવીના લક્ઝુરિયર્સ ફાર્મમાં મારો લટાર, જુઓ તસવીરો

ડાયરા જગતમાં જેનો ડંકો વાગે છે એ રાજભા ગઢવીને આજે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું હશે નહીં ઓળખતું હોય. પોતાની વાણીથી લોકોના દીલમાં રાજ કરનાર રાજભા ગઢવી ગીરના જંગલમાં સિંહોની વચ્ચે ઉછેરીને મોટા થયા છે. કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા રાજભા ગઢવીએ હવે પ્રકૃતિની વચ્ચે પોતાનું ફાર્મ બનાવ્યું છે.

રાજભા ગઢવીએ ખુદ સોશિયલ મીડિયા પર પોતાના ફાર્મ હાઉસનો વીડિયો પોસ્ટ કર્યો છે. રાજભા ગઢવીએ પોતાના ફાર્મ હાઉસની હાલમાં મુલાકાત લીધી હતી. જેમાં તે આખા ફાર્મમાં ફરે છે.

એટલું જ નહીં રાજભા ગઢવી પોતાના ફાર્મ હાઉસમાં બોરડીના બોરનો સ્વાદ પણ માણે છે. આ ઉપરાંત ફાર્મમાં તેઓ ફળો પણ ઉતારે છે. આ ઉપરાંત કેસર કેરીના આંબા પણ ફાર્મમાં જોવા મળે છે.

ફાર્મ પર લેવિસ ઘર બનાવવામાં આવ્યું છે. બે માળના ફાર્મ પરના ઘરમાં તમામ ફેસિલિટી ઉપલબ્ધ છે. કૃદરતી વાતાવરણ આવેલા આ ફાર્મમાં સુંદર નજારો જોવા મળે છે.

નોંધનીય છે કે આજે જેનો ગુજરાતમાં ડંકો વાગે છે કે રાજભા ગઢવીનું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યું હતું. ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી ક્યારેય શાળાએ નથી ગયા, છતાં આજે ગુજરાતના લોકસાહિત્ય ક્ષેત્રમાં આગળ પડતું નામ ધરાવે છે.

રાજભા ગઢવીએ ખંત અને મહેનતથી મોટું નામ કમાયા છે. તેમણે ફાર્મ ઉપરાંત પરિવાર માટે લક્ઝુરિયર્સ ઘર પણ બનાવ્યું છે. રાજભા ગઢવી આજે ફોર્ચ્યુનર કારમાં ફરે છે.

ગીરના જંગલમાં કનકાઈ-બાણેજ પાસે લીલાપણી નેસમાં રાજભા ગઢવીનો જન્મ થયો હતો. નેસમાં રહેતા હોવાથી બાળપણથી જ પશુપાલનનું કામ જાણે છે.

રાજભા ગઢવી બાળપણમાં ભેંસો ચરાવતી વખતે રેડિયો સાંભળતા હતા. રેડિયો પર તેઓ હેમુ ગઢવી સહિતના કલાકારોએ સાંભળતા અને ગાયકીના હુન્નર શીખ્યા હતા.

રાજભામાં બાળપણથી પ્રતિભા હતી. તેઓ સારું ગાતા હોવાથી તેમના પરિવારજનોએ પ્રોત્સાહન આપ્યું હતું. રાજભાએ વર્ષ 2001માં સતાધાર નજીકના રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં ગાવાની પહેલી તક મળી હતી.

આ સંમેલનમાં એક પ્રખ્યાત કલાકારને આવવાનું મોડું થતાં તેમની જગ્યાએ રાજભાને ગાવાનો ચાન્સ મળ્યો હતો. અહીંથી રાજભા ગઢવીની કિસ્મત બદલાઈ ગઈ હતી. આ સંમેલનમાં રાજભાઈએ દુહા-છંદ લલકારી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ધીમે ધીમે રાજભાની ખ્યાતિ ફેલાવવા લાગી. રાજભાનો અવાજ પસંદ આવતા ગીર નજીકના ગામોમાં કાર્યક્રમો મળવા લાગી. બાદમાં સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રાજભાના ડાયરના કાર્યકમો યોજાવા લાગ્યા હતા.

આજે રાજભા ગઢવી ભજનિક ઉપરાંત લોકસાહિત્યકાર અને ઉમદા કવિ તરીકે નામના ધરાવે છે. એટલું જ નહીં તેમણે ‘સાયબો મારો ગોવરિયો’ સહિત અનેક રચનાઓ બનાવી છે.

રાજભાએ પોતાના દુહા-છંદ અને લોકોગીતોનું પુસ્તક ‘ગીરની ગંગોત્રી’ બહાર પાડ્યું છે. રાજભાએ ગુજરાત બહાર નાસિક-ઓરિસ્સા અને આફ્રિકામાં પણ કાર્યક્રમો કર્યા છે.

રાજભા છેલ્લાં 12 વર્ષથી પરિવાર સાથે ગીર છોડીને જૂનાગઢમાં સ્થાયી થયા છે. તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની અને બે દીકરી અને એક દીકરો છે.

Similar Posts