Wednesday, April 10, 2024
Google search engine
HomeRecipeસાંજના નાસ્તામાં ચા સાથે માણો ચકરીની મજા

સાંજના નાસ્તામાં ચા સાથે માણો ચકરીની મજા

અમદાવાદઃ બાળકોની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. સ્કૂલમાં નાસ્તો શું ભરી આપવો તેની મૂંઝવણ માતાઓને થાય તે સમજી શકાય તેવી વાત છે. આજે અમે તમને ચોખાના લોટની ચકરી કેવી રીતે બનાવાય તે શીખવીશું. સ્કૂલના નાસ્તામાં પણ ચકરી ચાલે અને સાંજે ચા સાથે પણ ચકરીની મજા માણી શકાય.

સામ્રગીઃ
1/2 કિલો ચોખા
250 ગ્રામ ચણાની દાળ
150 ગ્રામ અડદની દળા
150 ગ્રામ મગની દાળ
2 ટે. સ્પૂન ધાણાજીરું
2 ટે. સ્પૂન જીરું (પીસેલું)
2 ટે. સ્પૂન માખણ
મીઠું સ્વાદમુજબ
2 ટે. સ્પૂન લાલ મરચું
તળવા માટે તેલ
સંચો (ચકરી પાડવા માટે)

રીતઃ
1. ચોખા, ચણા-અડદ-મગનીદાળને અલગ-અલગ વાસણમાં પાંચથી છ કલાક પલાળીને રાખો.
2. ત્યારબાદ તમામને બરોબર સૂકવી દો.
3. સૂકાય જાય એટલે કડાઈમાં તમામ વસ્તુઓ નાખીને ધીમી આંચ પર લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો.
4. પછી ઠંડી થાય એટલે મિક્સરમાં પીસી લેવી.
5. હવે, આ લોટમાં માખણ, મીઠું, જીરું, ધાણાજીરું, મરચું સારી રીતે નાખો અને લોટ બાંધો. લોટ બહુ કઢણ બાંધવો નહીં
6. હવે લોટમાંથી લુવા બનાવીને સંચામાં ભરીને ચકરી પાડો.
7. ગરમ તેલમાં મધ્યમ આંચ પર ચકરી તળો.
8. તૈયાર છે ચકરી.
9. બધી જ ચકરી થઈ જાય એટલે ઠંડી પડવા દો અને પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page