Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalPM નરેન્દ્ર મોદીએ લદ્દાખના રોડિઓલા(સોલો)ને છોડને ગણાવી સંજીવની

PM નરેન્દ્ર મોદીએ લદ્દાખના રોડિઓલા(સોલો)ને છોડને ગણાવી સંજીવની

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 અંતર્ગત મળેલા સ્પેશિયલ સ્ટેટ્સનો દરજ્જો ખત્મ કરી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રનાં નામે સંબોધન કર્યું હતું જેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનાં વિશે ખુલીને વાત કરી હતી. મોજી કહ્યું હતું કે, જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું હતું, અટલજીનું હતું અને કરોડો દેશભક્તોનું હતું તે હવે પૂરું થયું છે.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં મળનારા સંસાધનો વિશે પણ જણાવ્યું હતું. તેમણે કાશ્મીરનાં યુવાઓને આહ્વાન કર્યું હતું કે, કાશ્મીર અને દેશનાં વિકાસમાં પોતાનું યોગદાન આપે. પીએમ મોદીએ લદ્દાખનાં એક છોડનાં નામનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ છોડ એક પ્રકારે સંજીવની છે. આ છોડનું નામ રોડિઓલા છે.

લદ્દાખમાં સ્થાનિક લોકો આને સોલાનાં નામે ઓળખે છે. આ છોડ એક પ્રકારથી એવી જડીબુટ્ટી છે જે ઠંડા અને ઊંચા વાતાવરણમાં જોવા મળે છે. આ છોડ વિશે વૈજ્ઞાનિકો દાવો કરી ચુક્યા છે કે, આ એવી ઔષધિનાં રૂપે કામ કરે છે જે રોગ પ્રતિકારક ક્ષમતાને નિયમિત કરે છે અને શરીરને પર્વતીય પરિસ્થિતિ અનુસાર ઢળવામાં મદદ કરે છે.

આ છોડ રેડિયોએક્ટિવિટીથી પણ બચાવે છે. સ્થાનિક લોકો આ છોડનાં પાંદડાઓનો ઉપયોગ શાકભાજી તરીકે કરે છે. એટલું જ નહીં, આ સિયાચીન જેવી કઠોર પરિસ્થિતિઓમાં તૈનાત સૈનિકો માટે ઘણો ઉપયોગી થાય છે. પીએમ મોદીએ કહ્યું કે, હું આહ્વાન કરું છું કે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં મળનારી ચીજોને દેશનાં અન્ય ભાગોમાં મોકલે જેનાથી સૌને લાભ મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page