Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratમહિલાઓએ ST બસના કંડક્ટરને ધડાધડ લાફા માર્યા, જુઓ તસવીરો

મહિલાઓએ ST બસના કંડક્ટરને ધડાધડ લાફા માર્યા, જુઓ તસવીરો

પાદરા-જંબુસર સ્ટેટ હાઇવે પર દોડતી એસટી બસના એક કંડક્ટરને મહિલા પ્રવાસીઓએ લાફાવાળી કરતો વીડિયો વાયરલ થયો છે. કંડક્ટર બસ નિયમિત ઉભી રાખતો નહી હોવાથી ઉશ્કેરાયેલી મહિલાઓએ કંડક્ટરને પાઠ ભણાવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકામાં આવેલી અનેક કંપનીઓમાં નજીકમાં આવેલા ગામમાં રહેતા લોકો નોકરી માટે એસટી બસમાં અપડાઉન કરતાં હોય છે. દરમિયાન પાદરાથી જંબુસર તરફ જતી એક બસનો કંડક્ટર મુવાલ તેમજ વડુ પાસે બસ ઉભી રાખતો નહી હોવાથી છેલ્લા ઘણા સમયથી મહિલા પ્રવાસીઓમાં રોષ ફેલાયો હતો.

સોમવારે બસ રોડ પરથી પસાર થતી હતી ત્યારે જ મહિલાઓએ રોડ પર વચ્ચે ઉભા રહીને બસને રોકી હતી બાદમાં કેટલીક મહિલાઓ બસમાં ચડી જઇને કંડક્ટરને લાફાવાળી કરી હતી. કંડક્ટરને આડે હાથ મહિલાઓએ લેતા અન્ય પ્રવાસીઓ પણ મહિલાઓના સમર્થનમાં આવ્યા હતાં. આ અંગેની જાણ વડુ પોલીસને પણ કરાતા પોલીસ પણ ઘટનાસ્થળે આવીને કંડક્ટરને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી.

જો કે કંડક્ટરે બસ ઉભી રખાવશે તેવી બાંહેધરી આપતાં તેને રવાના કરાયો હતો. આ મુદ્દે કોઇ પોલીસ ફરિયાદ પણ નોધાઇ નથી પરંતુ મહિલા પ્રવાસીઓએ બસના કંડક્ટરને લાફાવાળી કરી તે વીડિયો હાલ વાયરલ થયો છે. મહિલાઓએ વીડિયોમાં એવો આક્ષેપ પણ કર્યો છે કે કંડક્ટર છેડતી અને ઉધ્ધતાઇભર્યું વર્તન કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page