Wednesday, May 22, 2024
Google search engine
HomeNationalબહેનની હલ્દી રસમમાં નાચતા-નાચતાં ભાઈ ઢળી પડ્યો, પરિવારમાં સન્નાટો

બહેનની હલ્દી રસમમાં નાચતા-નાચતાં ભાઈ ઢળી પડ્યો, પરિવારમાં સન્નાટો

ઉત્તર પ્રદેશમાં પોતાની સગી બહેનના લગ્નના પ્રસંગમાં હલ્દીની રસમ ચાલી રહી હતી ત્યારે તેનો 19 વર્ષનો ભાઇ ખુશી નાચી રહ્યો હતો અને નાચતા નાચતા અચાનક ઢળી પડ્યો હતો. યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. પરિવાર અને સ્વજનોએ ઘરના એક રૂમમાં મૃતદેહ રાખીને પહેલાં બહેનના ફેરા ફરાવી દીધા હતા અને પછી ભાઇના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોવાની વાત એ હતી કે દિલમાં દુખનો પહાડ હતો છતા દુલ્હનાન પરિવારોએ દુલ્હાના સગાઓનું સસ્મિત સ્વાગત કર્યું હતું.

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર જિલ્લામાં આવેલા ચિલ્હિયા ગામમાં રહેતા લોચન ગુપ્તાની દીકરીના લગ્ન ગોરખપુરના સિંધોરવા ગામમાં નક્કી કરવામાં આવ્યા હતા. 13 માર્ચે લગ્નની તારીખ હતી. સોમવારે સાંજે જાન આવવાની હતી અને એ પહેલાં દિવસમાં દીકરીના લગ્નની પીઠીની રસમ ચાલી રહી હતી. લોચન ગુપ્તાના ઘરમાં હોમ થિયેટર પર ગીત વાગી રહ્યા હતા.

પીઠીની આ રસમમાં બાળકો, યુવાનો, મહિલાઓ બધા નાચી રહ્યા હતા. દુલ્હનનો ભાઇ બૈજુ પણ બહેનના લગ્નની ખુશીમાં મન મુકીને નાચી રહ્યો હતો અને અચાનક તે ઢળી પડ્યો હતો. બેજુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થઇ ગયું હતું. પરિવારજનોએ કહ્યું હતું, હાર્ટ એટેક અને મગજની નસ ફાટી જવાને કારણે બૈજુનું મોત થયું હતું.

જુવાનજોધ દીકરાના મોતને કારણે લોચન ગુપ્તાના પરિવારમાં ખુશીનો માહોલ દુખમાં પલટાઇ ગયો હતો. દુલ્હનના પરિવારને જાણ થઇ તો તેઓ વરરાજાને લઇને ચિલ્હિયા પહોંચ્યા હતા અને લગ્નની વિધી પુરી કરી હતી. એક તરફ બૈજનું શબ એક રૂમમાં મુકીને દિલ પર પત્થર મુકીને દુલ્હનના પરિવારે વિધી નિભાવી હતી. આંખમાં આસું હતું, પરંતુ દીકરીના લગ્ન પુરા કરવા એ પણ એક જવાબદારી હતી.

મોડી રાત્રે 4 વાગ્યે લગ્નની વિધી પુરી થયા પછી દુલ્હનને ભાઇના મોતની જાણ કરવામાં આવી હતી અને તે પછી તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.દુલ્હનને જ્યારે ભાઇના મોતની જાણ કરવામાં આવી ત્યારે તેણીએ ભાઇને વળગીને એવું આક્રંદ મચાવ્યું હતું, ત્યાં ઉભેલા બધાની આંખમાંથી આંસૂ સરી પડ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page