Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalતમારા ઘરે નાનું બાળક છે તો આ ખાસ તમારા માટે છે, બાળકોને...

તમારા ઘરે નાનું બાળક છે તો આ ખાસ તમારા માટે છે, બાળકોને ક્યારેય સિક્કા રમવા ના આપો

આ સમાચાર બધા પેરેન્ટ્સને અલર્ટ કરનારા છે. ત્રણ વર્ષના દીકરાએ સિક્કો ગળી લીધો હતો અને તેનું મોત નીપજ્યું હતું. બાળક પોતાના પિતા સાથે ગામડે જવા નીકળ્યો હતો. તેના હાથમાં પાંચ રૂપિયાનો સિક્કો હતો. રમત રમતમાં દીકરાએ પાંચ રૂપિયાનો સિક્કો ગળી લીધો હતો. થોડીવાર બાદ તેને વોમિટ થવા લાગી હતી અને તે બેહોશ થઈ ગયો હતો. પિતા સ્થાનિક ડૉક્ટર પાસે લઈ ગયા, પરંતુ કંઈ મેળ પડ્યો નહીં. પિતા બાળકને લઈ બીજી હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટર કંઈ કરે તે પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે સિક્કો શ્વાસનળીમાં ફસાઈ જવાને કારણે બાળક શ્વાસ લઈ શકતો નહોતો.

આ ઘટના મધ્યપ્રદેશના જબલપુરના બરબટી ગામમાં બની હતી. ગામમાં જ રહેતા પ્રદીપ યાદવે કહ્યું હતું કે લિક્કો આદિવાસી બાળક સાથે બરેલામાં રહેતા સંબંધીને મળવા જતો હતો. રસ્તામાં દીકરો સિક્કો ગળી ગયો હતો. પાંચ કલાક બાદ તેનું મોત થઈ ગયું. બાળકને મોટો ભાઈ તથા એક નાની બહેન છે.

બાળક સિક્કો ગળી જાય તો તાત્કાલિક ENTને બતાવોઃ નાનું બાળક જ્યારે સિક્કો કે કંઈ પણ ગળી જાય તો તેને તાત્કાલિક ENT સર્જન પાસે લઈ જઈને જીવ બચાવી શકાય છે. આવા કેસમા પેરેન્ટ્સે સહેજ પણ ડરવાની જરૂર નથી, નહીંતર બાળક ગભરાઈ જશે. ઝડપથી ડૉક્ટરને બતાવવું જરૂરી છે. ડૉક્ટર વોમિટ કરીને વસ્તુ બહાર કઢાવી લે છે. વસ્તુ આંતરડામાં ફસાઈ જાય ત્યારે સર્જરી કરવી પડે છે.

બાળક કંઈ ગળી જાય તો તાત્કાલિક આ પગલાં ભરવાઃ જો બાળક સિક્કો ગળી ગયો હોય તો સૌ પહેલાં બાળકને આગળની તરફ નમાવો. પીઠ 5-6 વાર થપથપાવો. ત્યારબાદ પાંચવાર છાતી પર આંગળીઓથી હળવું દબાણ આપો. આવું ત્રણ-ચાર વાર કરો. આ રીતે કફ બનશે અને વસ્તુ બહાર આવી જશે.

મોં કંઈ ફસાઈ ગયું હોય તોઃ જો બાળકના મોંમાં કંઈ ફસાઈ ગયું હોય તો બાળકના પેટના ઉપરના હિસ્સાને બંને હાથથી ટાઇટ પકડીને ઝાટકો આપીને તેને ઉપર ઉઠાવો. આવું અનેકવાર કરવાથી મોંમાં ફસાયેલી વસ્તુ બહાર આવી જશે.

બાળક જોરથી ખાંસી ખાયઃ અનેકવાર બાળક અચાનક જ જોર જોરથી ખાંસી ખઆવા લાગે છે. આ વાત ગળામાં કંઈક ફસાયું હોવાનો સંકેત છે. આ સમયે સચેત થઈને બાળકને ખાંસી ખાવા દો. આ રીતે ગળમાં ફસાયેલી વસ્તુ બહાર આવી જશે.

બાળકનું શરીર વાદળી પડી જાયઃ જો બાળકનું શરીર વાદળી પડી જાય અને તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે તો શ્વાસનળીમાં કંઈક ફસાયું છે. તેને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવો.

આ વાતનું ધ્યાન રાખોઃ રમતા તથા ભણતી વખતે બાળક નાક-ગળામાં રબ્બર, પેન્સિલ કે પછી ચોકના ટુકડા નાખતા હોય છે. પેરેન્ટ્સને આ વાત ખબર હોતી નથી ને ગળા, નાક કે કાનમાં ઇન્ફેક્શન થાય છે. અન્નનળીમાં વસ્તુ ફસાય તો શરૂઆતમાં દુખાવાો થતો નથી અને ખ્યાલ પણ આવતો નથી. આથી જ બાળક માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page