Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodસંજુબાબાની પત્ની ડિવોર્સ આપ્યા વગર લિએન્ડર પેસ સાથે રહેતી હતી લિવઈનમાં, દીકરીનો...

સંજુબાબાની પત્ની ડિવોર્સ આપ્યા વગર લિએન્ડર પેસ સાથે રહેતી હતી લિવઈનમાં, દીકરીનો જન્મ થયો અને…

મુંબઈઃ ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ તથા એક્ટ્રેસ કિમ શર્મા એકબીજાને ડેટ કરે છે. સો.મીડિયામાં હાલમાં બંનેની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. આ સમયે બંને ગોવામાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે. કિમ શર્માનું નામ પહેલાં ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે પણ જોડાયું હતું. લિએન્ડરે પહેલાં લગ્ન સંજય દત્તની બીજી વત્ની રિયા પિલ્લાઈ સાથે કર્યા હતા. બંને લિવઈનમાં પણ રહેતા હતા. રિયા ઉપરાંત લિએન્ડર પેસનું નામ એક્ટ્રેસ મહિમા ચૌધરી સાથે પણ જોડાયું હતું.

રિયા પહેલાં મહિમા તથા લિએન્ડર એકબીજાને છ વર્ષ સુધી ડેટ કરતા હતા. જોકે, રિયાને કારણે લિએન્ડરે મહિમા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. મહિમાએ બંનેને રંગે હાથે પકડી પાડ્યા હતા.

પેસ-રિયાની લવ સ્ટોરીઃ લિએન્ડર તથા રિયાની મુલાકાત 2003માં થઈ હતી. રિયા મોડલ તથા આર્ટ ઓફ લિવિંગ ટ્રેનર હતી. રિયા તે સમયે પરિણીત હતી અને સંજય દત્તની પત્ની હતી. લિએન્ડરને મળ્યા બાદ પરિણીત રિયાએ તેને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. બંને અમેરિકામાં લિવઇનમાં રહ્યા હતા. 2008માં રિયા તથા સંજય દત્તના ડિવોર્સ થયા હતા.

રિયાએ સંજય દત્તને ડિવોર્સ આપ્યા વગર જ લિએન્ડર પેસ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ 2005માં લગ્ન કર્યા હતા અને તેમને દીકરી આયના છે. જોકે, પેસે એ વાત ક્યારેય સ્વીકારી નહીં કે તેણે રિયા સાથે લગ્ન કર્યાં છે. જોકે, બંને વચ્ચે વિખવાદ થતાં બંને અલગ થઈ ગયા હતા.

2007માં રિયાએ કહ્યું હતું કે 2007 પહેલાં લિએન્ડર વર્ષમાં 20 દિવસ ઘરે આવતો અને 40 દિવસ ટેનિસ તથા અન્ય કામમાં વ્યસ્ત રહેતો હતો. જોકે, બાકીના 10 મહિના તે ક્યાં રહેતો તે તેને પણ ખબર નહોતી. 2004માં લિએન્ડર તથા તેના પિતા વિરુદ્ધ રિયાએ પોલીસ કેસ કર્યો હતો. જોકે, પેસે એમ કહ્યું હતું કે તેણે ક્યારેય રિયા સાથે લગ્ન કર્યા નથી. રિયાએ પ્રેગ્નન્સી છુપાવીને રાખી અને તેને આ અંગે કંઈ જ કહ્યું નહોતું.

પેસથી અલગ થયા બાદ રિયા પર દીકરીની તમામ જવાબદારી આવી ગઈ હતી. રિયા તથા પેસની દીકરી આયનાને બ્રેન ટ્યૂમર હતો. રિયાએ જ દીકરીની સારવાર કરાવી હતી અને તેને કારણે તેની પાસે પૈસા પણ રહ્યા નહોતા. તે ઉધાર માગીને ઘર ચલાવતી હતી.

જોકે, પછી કોર્ટમાં સેટલમેન્ટ થયા બાદ પેસ દર મહિને રિયાને દોઢ લાખ રૂપિયા આપે છે. રિયાનું નામ પછી કોઈ સાથે જોડાયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page