Sunday, May 19, 2024
Google search engine
HomeNationalરસ્તા પર સાવરણી લઈને વાળતી હતો કચરો, હવે મળી સરકારી નોકરી ને...

રસ્તા પર સાવરણી લઈને વાળતી હતો કચરો, હવે મળી સરકારી નોકરી ને બની ટોચની અધિકારી

જોધપુરઃ રાજસ્થાનના જોધપુરના નગર નિગમની સફાઈકર્મી આશા કંડારાનું સપનું હતું કે તે આર્મીમાં જશે, પરંતુ નસીબમાં કંઈક અલગ જ લખાયું હતું. પરિવારે લગ્ન કરાવી દીધા હતા. નાની ઉંમરમાં માત્ર 12 પાસ કરીને આશાના લગ્ન થઈ ગયા. બે બાળકો બાદ પતિથી અલગ થઈ ગઈ હતી. તેણે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. એક સમયે સફાઈકર્મી હતી અને આજે આશા રાજસ્થાન વહીવટી તંત્રમાં અધિકારી બની છે.

આશાની જીવન કથની કોઈ ફિલ્મથી ઓછી નથી. નાની ઉંમરમાં લગ્ન અને બે બાળકો અને પછી સંસાર વેરવિખેર થઈ ગયો હતો. બે બાળકો સાથે આશા અલગ થઈ ગયો હતો. જોકે, અલગ થયા બાદ 12 પાસ આશા ક્યારેય હતાશ થઈ નહોતી.

આશાએ 16 વર્ષ બાદ ગ્રેજ્યુએશન કર્યું અને નક્કી કર્યું કે તે સરકારી નોકરી કરશે. આ સાથે જ RASની એક્ઝામની તૈયારી શરૂ કરી હતી. 2018માં ફોર્મ ભર્યું હતું. તેણે પ્રિલીમ એક્ઝામ પાસ કરી અને પછી મેઇન એક્ઝામ પણ પાસ કરી હતી. લાંબી પ્રક્રિયા બાદ પરિવારને પૈસાની જરૂર હતી.

આ દરમિયાન ઘર ચલાવવા માટે આશાએ નગર નિગમમાં સફાઈકર્મી માટે અરજી કરી હતી. 26 જૂન, 2019ના રોજ તેણે પરીક્ષા અને 12 દિવસ પછી તેને સફાઈકર્મીનો નિયુક્તિ પત્ર પણ આવી ગયો હતો. હાલમાં તે જોધપુરના પાવટા વિસ્તારમાં સફાઈનું કામ કરે છે. RASની પરીક્ષા આપ્યાના થોડાં દિવસ પછી જ આશાએ સફાઈકર્મી તરીકે કામ શરૂ કર્યું હતું.

2019થી 2021 સુધી આશા સફાઈકર્મીનું કામ કરતી હતી. આ દરમિયાન RASની પ્રોસેસ લાંબી ચાલી હતી. અંતે, હાલમાં જ આ એક્ઝામનું રિઝલ્ટ આવ્યું હતું. આશા પરીક્ષામાં સફળ થઈ અને તે હવે અધિકારી બની ગઈ છે. આશાએ કહ્યું હતું કે તેની સફળતામાં સૌથી મોટો સહયોગ માતાપિતાનો છે.

આશાએ વધુમાં કહ્યું હતું કે તે પોતાના જ નહીં તમામ સમાજને કહેવા માગે છે કે બાળકોને ભણાવવા જ જોઈએ. કોઈ પણ કામ નાનું હોતું નથી. તેણે સફાઈકર્મી તરીકે કામ કર્યું. જ્યારે તેને સમય મળતો ત્યારે તે ભણતી હતી. તે નિગમની ડ્યૂટી બાદ જ્યારે પણ સમય મળે ત્યારે અભ્યાસ કરતી હતી. તે એક્ટિવની ડેક્કીમાં પુસ્તકો રાખતી હતી. મહિલાઓ કોઈ પણ કામ કરી શકે છે.

પરિવારની વાત કરીએ તો આશાને એક દીકરી અને એક દીકરો છે. તે બાળકોના અભ્યાસ માટે સક્રિય છે. દીકરાએ ગ્રેજ્યુએશન કરી લીધું છે અને દીકરી આઇઆઇટી જેઇઇ માટે ક્વોલિફાય કર્યું છે. આશા કહે છે કે મહિલા ઘરના પરિવારની સાથે પણ ભણી શકે છે. RASમાં આશાનો રેક 728 છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page