Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalસંબંધોને શર્મશાર કરતો કિસ્સો, પત્ની સાથે શારીરિક સંબંધ માણી નગ્ન કરી, પછી...

સંબંધોને શર્મશાર કરતો કિસ્સો, પત્ની સાથે શારીરિક સંબંધ માણી નગ્ન કરી, પછી કરી નાખી હત્યા

નર્મમ હત્યાકાંડની એક ઘટના સામે આવી છે. ત્રણથી લઈને નવ વર્ષ સુધીના ચાર બાળકોની સામે પિતાએ માતા સાથે સેક્સની મજા માણી ત્યાર બાદ બાળકોની સામે જ માતાની હત્યા કરી નાખી. એક બાળકે પિતાને રોક્યા તો તેને પણ લાફો મારી દીધો હતો અને તમામ બાળકો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી રહ્યા હતાં. હત્યા કરીને આરોપી ભાગી ગયો હતો.

આ ઘટના રાજસ્થાનના ઉદેયપુર શહેરની છે. પહાડા પોલીસે કહ્યું કે, ખેરવાડા વિસ્તારમાં ગ્રામ પંચાયત સરેરાની કલાલ વિસ્તારમાં ભાડે રહેનાર લલિતે પોતાની પત્નીની હત્યા કરી હતી. શનિવારે રાતે આ હત્યાકાંડ બાદ રવિવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. રવિવાર રાતે મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે જણાવ્યું કે, રૂમમાં પલંગ પર અર્ધનગ્ન હાલતમાં નીરૂનો મૃતદેહ મળ્યો હતો. તેના પતિ લલિતે તેની હત્યા કરી હતી. ઘરમાં નવ વર્ષનો પુત્ર, સાત વર્ષની પુત્રી, પાંચ વર્ષનો પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી હતી જે બાજુના રૂમમાં સુઈ રહ્યા હતાં. રાતના સમયે લલિત દારૂ પીને ઘરે પરત ફર્યો અને પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

ત્યાર બાદ તેણે પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં ત્યાર બાદ ફરીથી બન્ને વચ્ચે ઝઘડો થયો. ત્યાર બાદ બાળકો રડવા લાગ્યા હતાં. દારૂના નશામાં લલિતે બાળકોની સામે જ પત્નીને તમાચો માર્યો ત્યાર બાદ માર મારીને તેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.

ચાર બાળકો માતાના મૃતદેહ પાસે બેસીને રડતા હતાં. ત્યાર બાદ પરિવારના અન્ય સભ્યોને તેની માહિતી મળી. પાડોશીઓ પણ તેના ઘરે પહોંચ્યા હતાં ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી. જોત જોતામાં ઘરની બહાર લોકોના ટોળાં વળ્યાં હતાં. પોલીસે જણાવ્યું કે, બાજુની રૂમમાં સુઈ રહેલ લલિતના પિતા પણ તેને પકડી શક્યા નહીં. લલિતના પિતાને એક પગે તકલીફ છે જ્યારે થોડા દિવસ પહેલા જ અકસ્માત થયો હતો જેમાં બીજા પણ ઈજા થઈ હતી. જેના કારણે તે સંપૂર્ણ પણે બેડ રેસ્ટ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page