Tuesday, April 9, 2024
Google search engine
HomeGujarat‘રાત્રે બે- બે કલાક સુધી સસરા કરાવતા હતા નગ્ન ડાન્સ, મારી નજર...

‘રાત્રે બે- બે કલાક સુધી સસરા કરાવતા હતા નગ્ન ડાન્સ, મારી નજર સામે કોલગર્લ સાથે પતિએ માણ્યુ શરીર સુખ’

રાજકોટના ભક્તિનગરની 21 વર્ષની પરિણીતાના ન્યૂડ વીડિયો બનાવી તેને વેબસાઇટ પર પોસ્ટ કરવા મામલે તેના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે નરાધમ સસરા તેમના દીકરા અને પુત્રવધૂ શારીરિક સંબંધ બાંધતા હોય ત્યારે તેનો લાઇવ વીડિયો પોતાના રૂમમાં બેસીને જોતા હતા. બાદમાં આ વીડિયોને વેબસાઇટ પર પોસ્ટ કરી પૈસા કમાતા હતા.

આ કેસમાં હોટલમાં પણ થેરેપી સેન્ટર જેવું સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં બંગલામાં અને હોટલમાં પરિણીતા પર કઈ રીતે ત્રાસ ગુજારવામાં આવતો હતો તેની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

પરિણીતાએ પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે તેમાં હવે સસરાની ભાગીદારીવાળી હોટલમાં જે સેટઅપ કરવામાં આવ્યો હતો તેનો ખુલાસો થયો છે. હોટલના 101 નંબરના રૂમમાં થેરાપી સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. આ મામલે આરોપીઓ દ્વારા એવી દલિલ કરવામાં આવી છે કે વજન ઘટાડવા માટે આ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું.

જેમાં એવા આક્ષેપ છે કે સસરા બેથી ત્રણ મહિના પહેલા વહુને હોટલમાં લઈ ગયા હતા, જ્યાં કૉલગર્લને પણ બોલાવવામાં આવી હતી. આ દરમિયાન એક યુવતી સાથે પતિએ પત્નીની હાજરીમાં સંબંધ બાંધ્યા હતા અને પરિણીતાને જે વસ્તુની વીડિયોમાં જરુર છે તે શીખી લેવાની ફરજ પણ પાડવામાં આવી હતી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

બંગલામાં પણ પરિણીતાની પતિ સાથે અંગત પળોને વેચવાની અને તેમાંથી કમાણી કરવાની બાબતો સામે આવી રહી છે તે દિશામા પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં અગાઉ પોલીસે વીડિયો બનાવવા માટે જે ગેજેટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો તેને કબજે કરીને તેની તપાસ શરુ કરી છે. પોલીસે સીસીટીવીનું ડીવીઆર, કોમ્પ્યુટર, વેબકેમ અને કપડા, માસ્ક વગેરે કબજે કર્યા હતા.

પોલીસે આ કેસમાં અગાઉ જણાવ્યું હતું કે પરણિતાએ ફરિયાદ કરી હતી કે તેના પતિ તથા સાસુ-સસરા દ્વારા તેના પર અત્યાચાર ગુજારીને ત્રાસ આપવામાં આવતો હતો. જેમાં પરણિતાના વીડિયો ઉતારીને એડલ્ટ સાઈટ પર પોસ્ટ કરવામાં આવતા હતા. પરીણિતાને 10 લખત લાઇવ સેક્સ શો કરાવ્યા હતા. એટલું જ નહી તેના સસરા રાત્રે નગ્ન ડાન્સ કરાવતા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page