Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalઆ કપલે તો તમામ હદો પાર કરી! કપલે બે કૂતરાઓ સાથે માણ્યું...

આ કપલે તો તમામ હદો પાર કરી! કપલે બે કૂતરાઓ સાથે માણ્યું શરીર સુખ

પશુ સાથે સંબંધ બાંધતા અનેકવાર માણસો પકડાઇ જાય છે એવું આપણે ન્યૂઝમાં સાંભળતા હોઇએ છીએ. અમેરિકા જેવા દેશમાં બેસ્ટીયાલિટી (પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે સેક્સ)ની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયામાં પણ પશુ સાથે સેક્સની ઘટના બની છે જેમાં એક કપલ પર કૂતરા સાથે ઓછામાં ઓછી 5 વાર સેક્સનો આરોપ લાગતાં તેમને ઝડપી લેવાયા છે.

ઓસ્ટ્રેલિયામાં કપલે બે કૂતરાઓ સાથે માણ્યું શરીર સુખ

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના સરીનામાં ક્રિસ્ટલ મે હોરે અને જય વેડ વિન્સ્ટ્રા નામના એક કપલે પોતાના ઘરમાં 2 કૂતરાઓ સાથે સેક્સ માણ્યું હતું. આ કપલ પર માછલી સાથે સેક્સ કરવાનો પણ આરોપ છે જે પછી તેમની બન્નેની ધરપકડ કરવામાં આવી હતી અને વોચહાઉસ સુવિધામાં રાખવામાં આવ્યા હતા જોકે તેમને જામીન પર છોડવામાં આવ્યાં હતા. સોમવારે સરીના મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમના આરોપોનો પ્રથમ વખત ખુલાસો થયો હતો.

બંનેએ બે કૂતરા સાથે ઘણી વખત સેક્સ માણ્યું

સ્થાનિક અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે આ કપલે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના સરીનામાં બે કૂતરા સાથે ઘણી વખત સેક્સ માણ્યું હતું અને આ ગુનાને કેમેરામાં કેદ કરી લીધો હતો. આ ઘટનાઓ 18 ઓક્ટોબર, 2021 ના રોજ તેમજ 19 માર્ચ, 17 મે, 6 જૂન અને 25 ઓક્ટોબર, 2022 ના રોજ બની હતી.
હાલ પતિ-પત્ની બંને જામીન પર છે.

ઓસ્ટ્રેલિયામાં પશુ સાથે સેક્સ બદલ સાત વર્ષની સજા

ઓસ્ટ્રેલિયામાં જો કોઈ પશુ સાથે સેક્સના ગુનામાં દોષીત ઠરે તો તેને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. પરંતુ દંપતી સામે કાયદેસરની કાર્યવાહી થાય તે પહેલાં આ મામલો હાઈકોર્ટમાં લઈ જવો પડશે.

અમેરિકામાં કૂતરા સાથે સેક્સની ઘટના બની ચૂકી છે

આ દરમિયાન અમેરિકામાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. અહીંની એક મહિલા પર કથિત રીતે તેના કૂતરા સાથે સેક્સ માણવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મહિલાના બોયફ્રેન્ડે કહ્યું હતું કે તેને વીડિયોમાં કેદ થયેલા જઘન્ય કૃત્યની જાણ થઈ હતી. બ્રિટ્ટેની મેકક્લુઅરની એક કપલના ડોગ મેક્સ સાથે અપ્રાકૃતિક સેક્સ અને જાનવરોના શોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page