Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalપોલીસે હેન્ડ ચલાવ્યો ને દારૂની છોળો ઊડી, ગામવાસીઓ જોતા રહી ગયા

પોલીસે હેન્ડ ચલાવ્યો ને દારૂની છોળો ઊડી, ગામવાસીઓ જોતા રહી ગયા

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, હેન્ડપંપમાંથી પાણીની જગ્યાએ દારૂ નીકળવા લાગે? આ સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે, પરંતુ તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં આવું જાણવા મળ્યું છે, જી હા, મધ્યપ્રદેશના ગુનામાં પોલીસ ગેરકાયદેસર દારૂ માટે રેડ કરી રહી હતી. આ દરમિયાન એક હેન્ડપંપમાંથી દારૂ નીકળવાનું જાણવા મળ્યું. જેમાં પાણીની જગ્યાએ દારૂ નીકળતાં જ તેની તસવીરો અને વીડિયો બહુ વાયરલ બન્યાં છે.

પોલીસની રેડ દરમિયાન હેન્ડપંપમાંથી નીકળ્યો દારૂ
હેન્ડપંપમાંથી દારૂ નીકળવાની આ ઘટના એમપીના ગુના જિલ્લાની છે, જ્યાં પોલીસને ગેરકાયદેસર દારૂ હોવાની સૂચના મળાતાં કાર્યવાહી માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની નજર હેન્ડપંપ પર પડી, જેને ચાલુ કરી જોયો તો તેમાંથી દારૂ નીકળવા લાગ્યો. જ્યારે એ હેન્ડપંપની પાસે ખોદકામ કરવામાં આવ્યું તો નીચે દારૂથી ભરેલું એક ડ્રમ હતું, જેમાં ગેરકાયદેસર દારૂ ભેગો કરવામાં આવ્યો હતો. પોલીસ અત્યારે આના આરોપીઓને શોધવાની અને પકડવાની તજવીજ કરી રહી છે.

વીડિયો વાયરલ થતાં જ કાર્યવાહી શરૂ કરી પોલીસે
મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર દરૂ વિરૂદ્ધ પોલીસ એક બાદ એક જગ્યાએ રેડ પાડી રહી છે. શિવરાજ સિંહ ચૌહાણના આદેશના આધારે પોલીસ અને વહિવટી તંત્રની ટીમો કાર્યવાહી કરી રહી છે. માત્ર ગુનામાં જ નહીં, રાજધાની ભોપાલ સહિત ઘણાં શહેરોમાં પોલીસ આ અભિયાન ચલાવી રહી છે. જેમાં શાનિવારે પહેલાં ભોપાલમાં ગેરકાયદેસર દારૂ વેચતા હુક્કા લાઉન્જ અને રેસ્તરાં પર કાર્યવાહી કરવામાં આવી. ઓપરેશન પ્રહાર અંતર્ગત પોલીસે ગેરકાયદેસર હુક્કા લાઉન્જ પર રેડ પાડી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, ઘણી જગ્યાઓએ ગેરકાયદેસર રીતે દારૂ વેચવામાં આવે છે. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઈપીસી અને મોટર વ્હીકલ એક્ટ સંબંધિત ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. તો પોલીસની હાજરીમાં હુક્કાનાં ઉપકરણોને સીલ કરવામાં આવ્યાં છે. શનિવારે રાત્રે શાહેરના ઘણા વિસ્તારોમાં કાર્યવાહી ચાલો. જેના અંતર્ગત 77 હોટેલો, રેસ્તરાં અને ઢાબાઓ પર અચાનક જ રેડ પાડવામાં આવી હતી.

MP માં નશા વિરૂદ્ધ પોલીસનું એક્શન
ગેરકાયદેસર રીતે દારૂ વેચવાના આરોપમાં ત્રણ ઢાબા સંચાલકો પર કેસ નોંધવામાં આવ્યો છે. જેના અંતર્ગત સાર્વજનિક સ્થળો પર દારૂ પીનાર 19 તરસ્કો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની ટીમોએ લગભગ 150 ગાડીઓની તપાસ કરી, જેમાંથી 21 લોકો દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હતા, જેમના પર દારૂ પીને ગાડી ચલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page