Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપ્રેમી પરિણીત પ્રેમિકાને લઈ ગયો નદી કિનારે ફરવા ને પછી પોલીસને લગાડી...

પ્રેમી પરિણીત પ્રેમિકાને લઈ ગયો નદી કિનારે ફરવા ને પછી પોલીસને લગાડી ધંધે

યૂપીના કૌશામ્બીમાં એક સનસનીખેજ કેસ જોવા મળ્યો છે, જ્યાં એક પ્રેમીએ તેની પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખી છે. ત્યારબાદ શબને પત્થર બાંધી નદીમાં ફેંકી દીધું. આ ઘટના અંગે કોઈને ખબર ન પડે એટલે જાતે જ પોલીસ સ્ટેશન ગયો અને મહિલાની લાપથા થવાની ફરિયાદ પણ નોંધાવી. પરંતુ પોલીસને બહુ જલદી ખબર પડી ગઈ કે, હત્યા મહિલાના પ્રેમીએ જ કરી છે. આ બાબતે પોલીસે આરોપી પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી દીધી છે.

આ ઘટના કરારી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. વાસ્તવમાં 6 ઑક્ટોબરે મહિલાના પ્રેમી મુકેશ કુમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેની પ્રેમિકા સંજૂ દેવી ઉર્ફ સરોજ અચાનક લાપતા થઈ ગઈ છે. પોલીસે તપાસ શરૂ કરી તો ત્રણ દિવસ પહેલાં જ મહિલાનું શબ સસુર ખદેરી નદીમાં મળ્યું.

પોલીસને શાક પડતાં તેમણે મુકેશની કડકાઈથી પૂછપરછ કરી. પહેલાં તો તે પોલીસને ગોળ-ગોળ ફેરવી રહ્યો હતો. પરંતુ મંગળવારે તે તૂટી ગયો અને પોતાનો ગુનો કબૂલી લીધો. મુકેશે જણાવ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષોથી તે સરોજ સાથે લિનઈન રિલેશનશિપમાં રહેતો હતો. સરોજ પરિણીત હતી. તેનાં લગ્ન લગભગ 12 વર્ષ પહેલાં અરઈના લાલટા પ્રસાદ સાથે થયાં હતાં. તેણે લાલટાને છોડી દીધો હતો. તેમને ત્રણ દીકરીઓ છે. બે દીકરીઓ લાલટા પાસે રહેતી હતી. જ્યારે એક દીકરી સરોજના પિયરમાં રહેતી હતી. મુકેશ પણ તેમની સાથે જ રહેતો હતો.

ઘર ખરીદવા બાબતે થતો હતો વિવાદ
બંને વચ્ચે વારંવાર ઘર ખરીદવા બાબતે વિવાદ થતો રહેતો હતો. સરોજ ઈચ્છતી હતી કે, મુકેશ પોતાનું ઘર ખરીદે. 3 ઑક્ટોબરે બંને વચ્ચે આ બાબતે વિવાદ થયો. તેણે કહ્યું કે, રોજ-રોજના ઝગડાથી કંટાળી ગયો હતો. એટલે તેણે વિચાર્યું કે, તે સરોજને મારી નાખશે. મુકેશે કહ્યું કે, ઘરે દીકરી પણ હતી. દીકરી સામે હત્યા કરી શકે તેમ નહોંતો. એટલે તે સરોજને ફરવા લઈ જવાના બહાને સસુર ખદેરી નદી પાસે લઈ ગયો. ત્યાં તેણે તેના એક મિત્રને પણ બોલાવી દીધો. ત્યારબાદ મુકેશે સરોજને વાતોમાં ફસાવી દંડાથી હુમલો કર્યો. ત્યારબાદ મિત્રની મદદથી ગળું દબાવી હત્યા કરી નાખી. ત્યારબાદ લાશ સાથે ત્યાં જ પડેલ મોટો પત્થર બાંધ્યો અને લાશને નદીમાં ફેંકી દીધી.

8 ઑક્ટોબરમાં મળ્યું મહિલાનું શબ
એસપી હેમરાજ મીણાએ જણાવ્યું કે, આરોપીએ 6 ઑક્ટોબરના રોજ લાપતાની ફરિયાદ નોંધાવી. તપાસ શરૂ થઈ ત્યાં મહિલાનું શબ 8 ઑક્ટોબરે સસુર ખદેરી નદીમાં મળ્યું. એસપીએ કહ્યું- અમને મુકેશ પર શાક પડતો હતો. કારણકે તે વારંવાર તેનું નિવેદન બદલી રહ્યો હતો અને પોલીસને ગોળ-ગોળ ફેરવી રહ્યો હતો. પરંતુ કડકાઈથી પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી દીધો. અત્યારે મુકેશ અને તેના મિત્ર પર હત્યાનો ગુનો નોંધી દેવામાં આવ્યો અને આગળની કાર્યવાહી ચાલું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page