Tuesday, April 9, 2024
Google search engine
HomeInternationalનોકરને દીલ દઈ બેઠી કરોડપતિ માલકિન, પછી નોકર અને માલકિને આ રીતે....

નોકરને દીલ દઈ બેઠી કરોડપતિ માલકિન, પછી નોકર અને માલકિને આ રીતે….

‘ઇક લફ્ઝ એ મોહબ્બત કા અદના યે ફસાના હૈ, સિમટે તો દિલ એ આશિક, ફૈલે તો જમાના હૈ…’ જિગર મુરાદાબાદીની આ લાઇન નાઝિયા નામની મહિલા પર એકદમ ફિ બેસે છે. નાઝિયા કોઈ સેલિબ્રિટી નથી અને ના તો કોઈ લોકપ્રિય વ્યક્તિ છે. જોકે, તેના પ્રેમની ચર્ચા આજે દુનિયાભરમાં થઈ રહી છે. નાઝિયાએ હાલમાં જ પોતાના નોકર સાથે લગ્ન કર્યા છે. તેણે પોતાની લવ સ્ટોરી પણ કહી હતી.

એકલી રહેતી હતી એટલે નોકર રાખ્યો હતોઃ પાકિસ્તાનમાં રહેતી નાઝિયાની લવ સ્ટોરી હટકે છે. માલકિન ને નોકર વચ્ચેની આ લવ સ્ટોરી જાણીને દરેકને નવાઈ લાગી છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં રહેતી નાઝિયાએ થોડાં સમય પહેલાં જ ઘરમાં કામ કરવા માટે નોકર રાખ્યો હતો. તે નોકરનું નામ સૂફિયાન હતું. નાઝિયાએ કહ્યું હતું કે તે એકલી છે અને ઘરમાં કોઈ પોતાનું કહી શકાય તેવું નહોતું. આથી જ તે વિશ્વાસુ નોકરની શોધમાં હતી. કોઈ મિત્રે સૂફિયાનનું નામ સજેસ્ટ કર્યું હતું અને તેણે તેને કામ પર રાખ્યો હતો. તે દર મહિને 18 હજાર રૂપિયા પગાર આપતી હતી.

સાદગી જોઈને પ્રેમ થયોઃ નાઝિયાએ કહ્યું હતું કે તે સૂફિયાનના જેટલા વખાણ કરે તેટલા ઓછા છે. થોડાં સમયમાં જ તેને કામમાં સૂફિયાનની આદત થઈ ગઈ હતી. સૂફિયાનની સાદગી તેને ગમી ગઈ હતી. તેની આ વાતને કારણે તે ધીમે ધીમે તેને પ્રેમ કરવા લાગી હતી. થોડાં દિવસ તેણે પ્રેમનો ઈઝહાર ના કર્યો, પરંતુ પછી તેણે એક દિવસ સૂફિયાનને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું હતું.

નાઝિયાએ કહ્યું હતું કે જ્યારે તેણે હિંમત કરીને સૂફિયાનને પ્રપોઝ કર્યું તો તેને પહેલાં વિશ્વાસ જ ના થયો. તે પ્રપોઝલ સાંભળીને ચમકી ગયો હતો અને તેને આંચકો લાગ્યો હતો. થોડી મિનિટ પછી તેણે આઇ લવ યુ ટૂ કહ્યું હતું. પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. નાઝિયા પતિ સૂફિયાન સાથે ઘણી જ ખુશ છે. નાઝિયાના મતે સૂફિયાન તેનું ઘણું જ ધ્યાન રાખે છે. નાઝિયા પોતાના પતિને સલમાન ખાન કહે છે અને પોતાને કેટરીના કૈફ ગણાવે છે.

નાઝિયાએ કહ્યું હતું કે પરિવારે આ લગ્નનો ઘણો જ વિરોધ કર્યો હતો, પરંતુ તે મક્કમ રહી હતી. તેણે સૂફિયાનનો સાથ છોડ્યો નહોતો. પરિવારના વિરોધ વચ્ચે તેણે નિકાહ કર્યા હતા અને હવે બંને ઘણાં જ ખુશ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page