Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદમાં એક-બે નહીં પણ 12 નવા ચાર્જિંગ સ્ટેશન બનશે, હવે EV થશે...

અમદાવાદમાં એક-બે નહીં પણ 12 નવા ચાર્જિંગ સ્ટેશન બનશે, હવે EV થશે 30થી 45 મીનિટમાં ચાર્જ

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં સપ્ટેમ્બરના અંત એક સાથે નવા 12 ચાર્જિંગ સ્ટેશન મળવા જઈ રહ્યા છે. પહેલીવાર ફ્રી ચાર્જિંગ કરી આપવામાં આવશે. જ્યારે 5 ચાર્જિંગ સુધી 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એક અંદાજ મુજબ અમદાવાદમાં એક વર્ષમાં ઇવી વાહનોની સંખ્યામાં 3થી 4 ગણો વધારો થશે. ત્યારે ભવિષ્યના આયોજનને ધ્યાને રાખીને અમદાવાદ મનપાએ આયોજન કર્યું છે.

અમદાવાદમાં ખુલશે નવા 12 ચાર્જિંગ સ્ટેશન

અમદાવાદ મનપા PPP ધોરણે ઈલેક્ટ્રીક વાહનોનાં ચાર્જિંગ સ્ટેશન બનાવવા જઇ રહ્યું છે. AMCએ કુલ 24 ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાંથી હાલમાં 12 સ્ટેશન પર કામ ચાલી રહ્યું છે. 12 સ્ટેશન કાર્યરત થયા બાદ આગળ જરૂરિયાત મુજબ બીજા સ્ટેશનોનું કામ શરૂ થશે. AMCએ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન માટે ઈ-વેમ્પ નામની ખાનગી કંપનીને કામ સોંપ્યું છે. આ કંપનીનું મોબીલેન નામનું નેટવર્ક ઈલેક્ટ્રિક વાહનોનાં ચાર્જિંગ સ્ટેશન માટે કાર્યરત છે.

કંપનીના ફાઉન્ડર દેવાંશ શાહે જણાવ્યું કે, અત્યારે અમદાવાદમાં 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવી રહ્યાં છીએ. હાલ સ્ટેશન પર જે ચાર્જર ઇન્સ્ટોલ કરી રહ્યાં છીએ તે અલ્ટ્રા ફાસ્ટ ચાર્જર છે. જે 80 કિલો વોટની ક્ષમતા ધરાવે છે. આ ચાર્જરના માધ્યમથી મીડ સેક્ટરથી લઈને હાઈ સેક્ટર રેન્જના વાહનોને 30થી 45 મિનિટમાં ચાર્જ કરી શકાશે.

સપ્ટેમ્બરના અંત સુધીમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે

તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદમાં 12 લોકેશન પર સપ્ટેમ્બરના અંત સુધીમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનો ટાર્ગેટ છે. અત્યારે ટોરેન્ટમાં એપ્લીકેશન પ્રોસેસનું કામ પાઈપલાઈનમાં છે. ચાર્જિંગ સ્ટેશનનાં પહેલાં ફેઝમાં ચાર લોકેશન પર કામ ચાલી રહ્યું છે. જેમાં પ્રહલાદનગર, સિંધુભવન, ઈન્કમટેક્સ અને કાંકરિયા રોડ પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાશે. બીજા ફેઝમાં 8 લોકેશન પર કામ ચાલુ થશે. એક ચાર્જિંગ સ્ટેશન પર ચાર પ્લગીન ઉપલ્બધ હશે. જેમાં બે ટુ-વ્હીલર અને બે ફોર વ્હીલરને એક સાથે ચાર્જિંગ કરી શકાશે.

ચાર્જિંગ સ્ટેશનની શરૂઆતમાં આકર્ષિત ઓફર અપાશે

તેઓએ વધુમાં જણાવ્યુ કે ચાર્જિંગ સ્ટેશનની શરૂઆતમાં આકર્ષિત ઓફર અપાશે. પહેલી વખત ચાર્જિંગ ફ્રી અથવા 5 ચાર્જિંગ સુધી 50% જેવી ઓફર રાખવામાં આવી શકે છે. બાદમાં થોડા સમય પછી યુનિટ પ્રમાણે ભાવ નક્કી કરાશે. જેમાં ટુ-વ્હીલરને 15થી 17 રૂપિયા પ્રતિ યુનિટ, થ્રી-વ્હીલરને 17થી 19 રૂપિયા પ્રતિ યુનિટ તો ફોર વ્હીલરને 20થી 21 રૂપિયા પ્રતિ યુનિટના ભાવ મુજબ ચાર્જ નક્કી થઇ શકે છે.

કંપની અને AMC વચ્ચે 5+5 વર્ષનો કોન્ટ્રાક્ટ

હાલમાં કંપનીનો AMC સાથે 5+5 વર્ષનો કોન્ટ્રાક્ટ થયો છે. જેમાં AMC દ્વારા કંપનીને જમીન અપાશે અને કંપની ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરશે અને તેને ઓપરેટ કરશે. તથા જે રેવન્યુ થશે તે AMC સાથે શેર કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page