Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઆ યુવકને ગર્લફ્રેંડને ઈમ્પ્રેસ કરવા પાયલટ તરીકેની ઓળખાણ આપવી ભારે પડી

આ યુવકને ગર્લફ્રેંડને ઈમ્પ્રેસ કરવા પાયલટ તરીકેની ઓળખાણ આપવી ભારે પડી

મુંબઇના એક 20 વર્ષીય યુવકને ગર્લફ્રેંડને ઈમ્પ્રેસ કરવા માટે એર ઇન્ડિયાના પાયલટ તરીકે ઓળખાણ આપવી ભારે પડી ગઇ છે. મુંબઇમાં રહેતા 20 વર્ષિય રક્ષિત માંગેલાએ મુંબઇ, અમદાવાદ અને રાજકોટમાં એર ઇન્ડિયામાં પાયલટ હોવાનું જણાવી યુવતીઓને ફસાવી હતી. આ સાથે જ આ યુવક પોતાની ગર્લફ્રેંડને ઇમ્પ્રેસ કરવા માટે પાયલટના કપડા પહેરીને તેમને ફોટો સેન્ડ કરતો હતો. જોકે આજે આ યુવકને વડોદરા એરપોર્ટ પર જ સુરક્ષાકર્મીઓએ પકડી પાડ્યો હતો.

પાયલટના યુનિફોર્મમાં સજ્જ યુવક એર ઇન્ડિયાના વિન્ડો પર જઈને પોતે એર ઇન્ડિયામાં પાયલટ હોવાનું જણાવે છે. પરંતુ બોર્ડિંગ સ્ટાફને શંકા જતા તેમના દ્વારા એરપોર્ટની સુરક્ષા એજન્સીને જાણ કરવામાં આવે છે. સુરક્ષા એજન્સીની તપાસમાં યુવકે સંતોષકારક જવાબ નહિ આપતા વડોદરા એરપોર્ટ પરથી ઝડપાયેલા આ યુવક ને આતંકી સમજી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી

આતંકી હોવાની શંકાએ IB સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા નકલી પાયલટ રક્ષિત માંગેલા આશિક હોવાનું સામે આવ્યું છે.

રક્ષિત માંગેલા મૂળ મુંબઈના વિલે પાર્લેનો વતની છે. યુવકને પાયલટ બનવાની ઈચ્છા હતી પરંતુ ઘર ની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેને મુંબઈની જ એક ખાનગી ઇન્સ્ટિટયૂટમાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકેની તાલીમ મેળવી હતી. છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે આ યુવકે નકલી પાયલટ બનવાનું મન બનાવી લીધું. બાદમાં આ યુવકે ફ્લાઇટમાં પ્રવેશતા પહેલા પાયલટ તેમજ ફ્લાઇટ પાસે ફોટા પડાવી યુવતીઓને મોકલવાનું શરૂ કર્યું હતું.

રક્ષિત પાયલટ હોવાનું કહી અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં ગર્લફ્રેન્ડ બનાવી હતી અને યુવતીઓને પાયલટના યુનિફોર્મમાં ફ્લાઇટ સાથે ફોટા મોકલી ઈમ્પ્રેસ કરતો હતો. પોલીસે યુવક પાસે જ ગર્લફ્રેન્ડને મેસેજ કરાવ્યો કે હું પાયલટ નથી. મુંબઇના 20 વર્ષીય રક્ષિત માંગેલાને પૂછપરછ બાદ મુક્ત કરી દેવાયો હતો.

યુવકે અમદાવાદ, રાજકોટ તેમજ મુંબઈ, નેધરલેન્ડ સહિત ચાર ગર્લફ્રેન્ડ બનાવી લીધી હતી.આ યુવક હવાઈ મુસાફરી કરવા માટે પોતાની નેધરલેન્ડમાં રહેતી ગર્લફ્રેન્ડ પાસે ફ્લાઇટની ટીકીટ બુક કરાવતો હતો. યુવતીઓને ઈમ્પ્રેસ કરવામાં માહિર આ યુવક ને જાણ થઈ હતી કે તેની એક ગર્લફ્રેન્ડ હાલ હૈદરાબાદ છે. જેથી તે વડોદરા એરપોર્ટ ખાતે આવ્યો હતો અને ફ્લાઇટ મારફતે હૈદરાબાદ પોતાની ગર્લફ્રેન્ડને મળવા જવાનું નક્કી કર્યું હતું.પરંતુ વડોદરા એરપોર્ટ ખાતે જ આ યુવકનો ભંડાફોડ થઈ ગયો હતો.જેથી એરપોર્ટ સુરક્ષા એજન્સી દ્વારા હરણી પોલીસ ને યુવક નો કબ્જો સોંપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page