22 વર્ષની પૈસાદાર ઘરની યુવતીનું આવી ગયું 55 વર્ષના આધેડ પર દીલ અને પછી..

કહેવાય છે પુરુષોના દિલ સુધી પહોંચવાનો રસ્તો તેમના પેટમાંથી પસાર થાય છે. એક કપલે આ કહેવાતને સાચી સાબિત કરી દીધી છે. બંનેની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બંને વચ્ચે 33 વર્ષનું અંતર છે. આલિયાની ઉંમર 22 વર્ષ છે, તો રફીકની ઉંમર 55 વર્ષ છે. બંનેને પ્રેમ થયો અને બાદમાં આ બંનેએ લગ્ન કરી લીધા હતા. કહેવાય છે કે, બંનેની પ્રથમ મુલાકાત એક રિક્ષામાં થઈ હતી.

આ કિસ્સો પાકિસ્તાનનો છે. તે સમયે આલિયા રફીકને સારી રીતે જાણતી પણ નહોતી, પ્રથમ મુલાકાતમાં જ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો, વાત એટલી વધી ગઈ કે, આલિયાએ રફીકને થપ્પડ મારી દીધી હતી. ત્યાર બાદ રફીકે આલિયાને પોતાના હાથ મટન બનાવીને ખવડાવ્યું, જેનાથી આખી બાજી પલટાઈ ગઈ.

પાકિસ્તાની યૂટ્યૂબરે આ કપલની કહાની શેર કરી છે. રફીકનું કહેવુ છે કે, આલિયા અને તેની મુલાકાત રિક્ષામાં થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો અને આલિયાએ રફીકને થપ્પડ મારી દીધી હતી.

આલિયા રિક્ષામાં ઉતર્યા બાદ રફીકે તેનો પીછો કર્યો અને તેના ઘર સુધી પહોંચી ગયો, કેટલાય દિવસ સુધી આલિયાના ઘર પર રફીક ચક્કર લગાવતો રહ્યો. પણ કંઈ વાત બની નહીં. એક દિવસ ફરી રફીકે આલિયાને નોકરીની વાત કરી અને કહ્યું કે, હું સારામાં સારુ ખાવાનું બનાવી શકું છું, બાકીના કામ પણ કરી લઉં છું.

ત્યાર બાદ રફીકને આલિયાના ઘરમાં નોકરી મળી ગઈ, આલિયાના કહેવા પર રફીકે પ્રથમ દિવસે જ ખાસ મટન હાંડી બનાવી. આલિયાને આ ડીશ એટલી પસંદ આવી કે, તેને રફીક સાથે પ્રેમ થઈ ગયો છે.

આલિયાનું કહેવુ છે કે, રફીક જેવું ખાવાનું બીજૂ કોઈ બનાવી જ ન શકે. રફીક ઘરનું કામ સંભાળે છે અને આલિયા ઓનલાઈન બિઝનેસ કરે છે.

Similar Posts