Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodઆખરે કેમ ડિવોર્સ આપ્યા વગર નાના પાટેકર પત્નીથી અલગ રહે છે, શું...

આખરે કેમ ડિવોર્સ આપ્યા વગર નાના પાટેકર પત્નીથી અલગ રહે છે, શું છે કારણ

બોલિવૂડ એક્ટર નાના પાટેકરનો અભિનય દરેક લોકોને અત્યંત પસંદ છે. સાથે સાથે નાના પાટેકર પોતાના સામાજિક કાર્યને લીધે પણ અલગ ઓળખ ધરાવે છે. તિરંગા, ક્રાંતિવીર અને યશવંત સહિતની દેશભક્તિથી ભરપૂર ફિલ્મ કરનારા નાના પાટેકર આજકાલ પોતાની સમાજસેવાને લીધે મહારાષ્ટ્રમાં ખૂબ જ ચર્ચાય રહ્યા છે.

ગયા વર્ષે જ્યારે લાતૂરમાં દુષ્કાળને તેના કારણે આત્મહત્યા કરનારા ખેડૂતોની સંખ્યા વધી રહી હતી. ત્યારે તેમના દુઃખને ધ્યાનમાં રાખી નાના પાટેકરે એક ફાઉન્ડેશન બનાવ્યું છે. જેના દ્વારા તે જરૂરિયાતવાળા લોકીની મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નાના પાટેકરે માત્ર હિન્દી જ ફિલ્મોમાં નહીં પણ, મરાઠી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જલવો દેખાડ્યો છે, પણ તે ઘણીવાર પોતાના અંગત જિંદગીને લીધે ચર્ચામાં રહે છે. ઉલ્લેખનીય છે કે, નાના પાટેકર વિશે લોકો ઘણું જાણે છે, પણ અમે તમને તેમની પત્ની નીલાકાંતિ પાટેકર વિશે જણાવી રહ્યા છીએ.

પૂણેની રહેવાસી નીલાકાંતિએ 1978માં નાના પાટેકર સાથે લગ્ન કર્યાં હતાં. બીએસસી ગ્રેજ્યુએટ થયાં પછી નીલાકાંતિએ બેન્કર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બંનેની પહેલી મુલાકાત થિએટરમાં થઈ હતી. નીલાકાંતિએ નૌકરી સાથે સાથે મરાઠી થિએટર પણ જોઈન કર્યું હતું. એવામાં એક દિવસે બંનેની મુલાકાત થઈ હતી. ધીરે-ધીરે બંનેની મુલાકાત દોસ્તીમાં બદલાઈ ગઈ. થોડાંક સમય પછી બંનેએ લગ્ન કરી લીધા હતાં. પણ પછી એક એવો સમય આવ્યો કે, બંને પરિણીત હોવા છતાં એકબીજાથી દૂર રહેવા લાગ્યા હતાં. આ બંનેના છૂટાછેડા પણ થયાં નથી. બંનેએ પોતાની સહમતિથી અલગ રહેવાનો પ્રયત્ન કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ બંને અલગ રહેવાનું કારણ મનીષા કોઈરાલા છે. એવું કહેવામાં આવે છે કે મનીષા કોઈરાલા અને નાના પાટેકરના અફેરથી જાણ નીલાકાંતિને થઈ ગઈ હતી. આ પછી નાના પાટેકરની પત્ની તેમને છોડીને જતી રહી હતી. જોકે, નાના પાટેકરે આ વાત સ્વીકારી નથી. નાના પાટેકર અને નિલાકાંતિને એક દીકરો મલ્હાર પાટેકર છે. જોકે, મલ્હાર પહેલાં નાના પાટેકરના ઘરે એક બીજા દીકરાનો જન્મ થયો હતો. જેનું થોડાં સમય પછી નિધન થઈ ગયું હતું. એક ઇન્ટરવ્યૂમાં નાના પાટેકરે જણાવ્યું હતું કે, 27 વર્ષની ઉંમરમાં મારા લગ્ન થયાં હતાં. જ્યારે 28 વર્ષનો થયો ત્યારે પિતાને ગુમાવી દીધા હતા અને અઢઈ વર્ષ પછી મારા મોટા દીકરાનું પણ મોત થયું હતું. જન્મથી જ તેનો હોઠ કપાયેલો હતો અને કેટલીય મુશ્કેલી તેની સાથે હતી. જોકે, દીકરાના મોત પછી નાના પાટેકર એકદમ ભાંગી પડ્યા હતાં. તે કોઈ સાથે વાત પણ નહોતા કરતાં, પણ પછી થોડાં સમય પછી જ્યારે નાના પાટેકરના ઘરે બીજા દીકરાનો જન્મ થયો ત્યારે તેમના ઘરમાં ખુશી પાછી આવી ગઈ હતી.

750 રૂપિયામાં નાના પાટેકરે લગ્ન કર્યાં હતા
1 જાન્યુઆરી 1951માં મુરાદ-જંજિરા(મહારાષ્ટ્ર)માં જન્મેલા નાનાની લાઇફની ઘણી એવી વાતો છે. જે મોટાભાગના લોકો જાણતા નથી. નાના પાટેકરે નિલાકાંતિ સાથે લગ્ન દરમિયાન માત્ર 750 રૂપિયા જ વાપર્યા હતાં. પોતાના લગ્નનો આ કિસ્સો ખુદ નાના પાટેકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યો હતો.

એક સમયે નાના પાટેકર કરતાં તેમની પત્ની વધુ કમાતી હતી
નાના પાટેકર મુજબ, મેં વિચાર્યું હતું કે, લગ્ન કરવા નથી. એટલે થિએટર જોઈન કરી લીધું. જ્યારે હું રૂપિયા કમાઇ લઈશ ત્યારે કોઈ છોકરી મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જશે. ત્યારે જોઈશ. આ પછી નેં નીલૂ સાથે લગ્ન કર્યાં. તેની સાથે મારી પહેલી મુલાકાત થિએટરમાં થઈ હતી. તે ખૂબ જ સારી એક્ટ્રસ રહી છે અને સારું પણ લખે છે. નીલૂ એક બેન્કમાં ઓફિસર હતી અને 2500 રૂપિયા મહિને કમાતી હતી. તે સમયે મને એક શૉના 50 રૂપિયા મળતાં હતાં. જો હું મહિનાના 15 શૉ કરું તો 750 રૂપિયા જ થતાં હતાં. એટલે કે, મારી અને નીલૂની કમાણી 3250 રૂપિયા કમાણી થતી હતી. જે પર્યાપ્ત કરતાં વધારે હતી.

લગ્ન પછી એક રાત માટે પૂણે ગયાં હતાં નાના પાટેકર
નાના પાટેકર મુજબ, 70ના દશકના મધ્યમાં 200 રૂપિયામાં રાશન આવતું હતું. એટલે અમારી બચત ઘણી ઓછી હતી. અમારા લગ્નમાં 750 રૂપિયા ખર્ચ કર્યાં હતાં. અમારી પાસે 24 રૂપિયા પહાંત, જેનાથઈ અમે ગોલ્ડસ્પોટ્સ (સોફ્ટ ડ્રિન્ક) ખરીદ્યું ને મહેમાનોને એક નાની પાર્ટી આપી હતી. લગ્ન પછી એક રાત માટે અમે પૂણે ગયાં હતાં.

ફિલ્મોથી દૂર રહી નીલકાંતિ
નાના પાટેકર મુજબ તેમની પત્ની નીલૂ સિનેમાથી દૂર રહી છે. તેમણે કહ્યું કે, તેમની એક માત્ર ફિલ્મ આત્મવિશ્વાસ હતી, જે સચિન પિલગાંવકરે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટ્રસનો એવોર્ડ મળ્યો હતો. વધતી ઉંમરની સાથે નીલૂનું વજન વધી ગયું અને તે ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. નાના એવું પણ કહે છે કે, તેમણે નીલૂને વજન ઓછું કરવાની સલાહ પણ આપી હતી. તો નિલાકાંતિ આ અત્યારે મરાઠી ફિલ્મોમાં કામ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page