Tuesday, April 9, 2024
Google search engine
HomeInternationalઆ છે દુનિયાનો સૌથી તાકતવર પાસપોર્ટ, જાણો ભારતીય પાસપોર્ટ કયા નંબર પર...

આ છે દુનિયાનો સૌથી તાકતવર પાસપોર્ટ, જાણો ભારતીય પાસપોર્ટ કયા નંબર પર છે?

અમદાવાદઃ વિશ્વમાં ફરવું હોય તો પાસપાર્ટ ઘણો જ જરૂરી છે. જોકે, કેટલાંક દેશોના પાસપોર્ટ એટલા તાકતવર હોય છે કે તમને આખી દુનિયા ફરવામાં કોઈ વાંધો આવે તેમ નથી. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સે હાલમાં જ વિશ્વના કયા દેશનો પાસપોર્ટ સૌથી તાકતવર છે, તેની યાદી બહાર પાડી હતી. જેમાં જાપાન તથા સિંગાપોર ટોચ પર છે. તાકતવર પાસપોર્ટ હોય તે 189 દેશોમાં વગર વિઝાએ ફરી શકે છે.

2018માં જર્મનીમાં હતું ટોચ પરઃ
આ પહેલાં 2018માં જર્મનીનો પાસપોર્ટ સૌથી વધુ તાકતવર હતો. બીજી તરફ આ લિસ્ટમાં ભારતનો પાસપોર્ટ 86માં નંબર પર છે અને મોબિલિટી સ્કોર 58 છે. આ મોબિલિટી સ્કોરનો અર્થ એ છે કે જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ હોય તો તમે વિઝા વગર 58 દેશોની યાત્રા કરી શકો છો. જોકે, ભારતની સાથે સાથે આ સ્થાન પર માર્ટિયાના, સાઓ ટોમ તથઆ પ્રિન્સિપે પણ છે. આ લિસ્ટમાં 199 પાસપોર્ટ તથા 227 પર્યટક સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ દેશ છઠ્ઠા નંબર પરઃ
આ યાદીમાં યુકે, અમેરિકા, બેલ્જિયમ, કેનેડા, ગ્રીસ, આયરલેન્ડ તથા નોર્વે સહિત આઠ દેશો છઠ્ઠા સ્થાને છે. તો ડેનમાર્ક, ઈટાલી, લગ્ઝમબર્ગ ત્રીજા સ્થાને છે. જ્યારે ફ્રાંસ, સ્પેન તથા સ્વીડન ચોથા નંબર પર છે.

સૌથી નીચે આ દેશોઃ
આ યાદીમાં સૌથી નીચે ઈરાક તથા અફઘાનિસ્તાન છે. ઈરાકના નાગરિક વગર વિઝાએ 27 અને અફઘાની 25 દેશોની યાત્રા કરી શકે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Embark into this cosmic journey of imagination and let your thoughts fly! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page