Friday, April 12, 2024
Google search engine
HomeNationalઆ છે સાયકો કિલર, 50થી વધુ યુવતીઓને ફસાવી ચૂક્યો છે, કરતો ક્રૂર...

આ છે સાયકો કિલર, 50થી વધુ યુવતીઓને ફસાવી ચૂક્યો છે, કરતો ક્રૂર હત્યા

ઘણીવાર વ્યક્તિ એ હદે સાયકો બની જાય છે કે તે સારા નરસાનું ભાન પણ ભૂલી જાય છે. વ્યક્તિ પોતાની જાત પરનો જ કંટ્રોલ ગુમાવી બેસે છે. તાજેતરમાં જ એક પછી એક એવી ઘટનાઓ બની કે લોકો ડરી ગયા હતા.

શું બન્યુંઃ બે મહિના પહેલાં રાજસ્થાનના જયપુરના વરધની પોલીસ સ્ટેશનની હદમાં એક યુવતીની હત્યા થઈ હતી. આ હત્યા સંદર્ભે પોલીસે આરોપીની ભિવાડીથી ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીએ પૂછપરછમાં ચોંકવનારા ઘટસ્ફોટ કર્યા હતા. યુવતીની હત્યા તેના પ્રેમી મિન્ટુ ઉર્ફે વિક્રમે કરી હતી. મિન્ટુએ આ પહેલાં ગ્વાલિયરમાં પ્રેમિકાની હત્યા કરીને તેને રેલવેના પાટા પર મૂકી આવ્યો હતો. આ ઉપરાંત અલવરમાં તેની પર સગીરાએ રેપનો કેસ કર્યો છે. મિન્ટુ સેક્સ એડિક્ટ છે અને તેણે 50થી વધુ યુવતીઓ સાથે સેક્સ સંબંધો બાંધેલા છે.

આરોપી મિન્ટુ ઓળખ બદલીને રહેતો હતો. એક ઘટનાને અંજામ આપ્યા બાદ તે બીજા શહેરમાં રહેવા જતો હતો. ક્યારેક તે ઇનકમ ટેક્સ ઓફિસર તો ક્યારેક આર્મી ઓફિસર બનીને રહેતો હતો. ગ્વાલિયરની યુવતી પોતાની બહેનના ત્યાં આવી હતી. આરોપી તેને ભગાડીને લઈ ગયો હતો. લગ્નની જીદ કરતાં મિન્ટુએ ગ્વાલિયર તથા જયપુરની યુવતીની ઘાતકી હત્યા કરી હતી. મિન્ટુના પરિવારે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.

પોલીસને શંકા છે કે આરોપીએ હજી વધુ યુવતીઓની હત્યા કરી હશે. આ જ કારણે હજી તપાસ ચાલુ છે. આરોપી સાયકો હોય તેમ લાગે છે. સાયકોલોજિસ્ટની પણ મદદ લેવામાં આવી રહી છે. ભિવાડીમાં તે નામ બદલીને પોલીસ કર્મી તરીકે રહેતો હતો.

કહેવાય છે કે જયપુરમાં મિન્ટુ તથા રોશની લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતાં તેમની મુલાકાત હોટલમાં થઈ હતી. મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. બંને થોડો સમય ઉત્તર પ્રદેશના હરદોઈમાં રહેવા ગયા હતા. જોકે, પછી તેઓ રાજસ્થાન આવી ગયા. કરધનીમાં આર્મી નગરમાં રહેવા લાગ્યા. રોશની વેશ્યાવૃત્તિનું કામ કરતી હતી. મિન્ટુને આ વાત સહેજ પણ પસંદ નહોતી. તેણે ઘણીવાર રોશનીને આમ કરવાની ના પાડી હતી. જોકે, રોશની માની નહોતી. અંતે મિન્ટુએ તકિયાથી મોં દબાવીને રોશનીની હત્યા કરી નાખી હતી.

આરોપીને પોલીસ છેલ્લાં બે મહિનાથી શોધી રહી હતી. અંતે તે ભિવાડીમાં હોવાની જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ આર્મી ઓફિસક, ઇન્કમ ટેક્સ ઓફિસર તથા પોલીસના યુનિફોર્મમાં તસવીરો પણ ક્લિક કરાવી છે.

આરોપી અલવરના ગેંગરેપના કેસમાં છેલ્લાં 3 વર્ષથી ફરાર હતો. ગ્વાલિયરમાં તેણે મિત્ર સાથે મળીને યુવતીની હત્યા કરી હતી અને લાશ ફેંકી દીધી હતી. તપાસમાં એ વાત સામે આવી કે મિન્ટુ પ્રેમજાળમાં ફસાવીને યુવતીની હત્યા કરી નાખતો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page