‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીતને ફરી વિવાદ સામે આવ્યો છે. ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેને આ સોંગ મુદ્દે ફરી એકવાર કોર્ટની નોટિસ મળી છે. નોટિસ મળતાં જ કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ સોંગના કોપી રાઈટ મુદ્દે કિંજલને આ નોટિસ મળી છે.
ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી કોર્ટમાં ગીતના કોપી રાઈટ મુદ્દે એકવાર દાવો કર્યો છે. હવે આગામી દિવસોમાં કિંજલ દવેએ આ મુદ્દે ફરી એકવાર કોર્ટમાં જઈને ખુલાસો કરવો પડશે. આ મુદ્દે અગાઉ કોમર્શિયલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જોકે તે સમયે કોર્ટે યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરવાનું જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના યુવકની દલીલ બાદ કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને આ ગીત ગાવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટના આદેશ બાદ કિંજલ દવેએ જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. એટલું જ નહીં યુ-ટ્યુબ પરથી આ ગીતની સામગ્રી હટાવી લેવામાં આવી હતી.
? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this exciting adventure of discovery and let your mind roam! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of awe! ?