Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalPOKમાં 6.1ની તીવ્રતાના ભૂંકપનો આંચકો આવતાં અફરાતફરી મચી ગઈ, 26નાં મોત

POKમાં 6.1ની તીવ્રતાના ભૂંકપનો આંચકો આવતાં અફરાતફરી મચી ગઈ, 26નાં મોત

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, પેશાવર, રાવલપિંડી અને લાહોરના વિસ્તારોમાં ભૂકંપ આવતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 6.1ની જાણવા મળી હતી જે 8થી 10 સેકેન્ડ સુધી સતત આંચકો આવ્યો હતો.


મીરપુરના ડીઆઈજી સરદાર ગુલફરાઝ ખાને જણાવ્યા પ્રમાણે, ભૂકંપના લીધે 26 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા 300થી વધારે છે. મૃતકમાં એક બાળકી સામેલ છે. અહીં ઘણાં મકાનોમાં દિવાલ ધરાશાઈ થઈ હતી. રસ્તાઓમાં પહોળી તિરાડો પડી ગઈ હતી અને ગાડીઓ અંદર ઘૂસી ગઈ હતી.


ભૂકંપનું કેન્દ્રબિંદુ પીઓકેના મીરપુર નજીકનું બતાવે છે જ્યારે સૌથી વધારે નુકશાન પણ મીરપુર અને ઝેલમ વિસ્તારમાં થયું છે. આ ઘટના અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દુખ વ્યક્ત કર્યું હતું.


પાકિસ્તાનના મેટેરોલોજીકલ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યુ હતું કે, ભૂંકપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર નીચે હતું અને ખૈબર પખ્તુન્ખ્વા સહિત મીરપુર, પીઓકે અને પંજાબ પ્રાંતમાં તેની અસર વર્તાઈ હતી. અત્યારે લોકો સોશિયલ મીડિયા પર તસવીરો અને માહિતી શેર કરી રહ્યાં છે.


ભારતમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી હતી. જમ્મુ- કાશ્મીર અને દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા છે. યૂરોપિયન-મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 હતી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I took part in this casino site and secured a substantial amount of winnings. However, eventually, my mom fell seriously ill, and I had to take out some money from my casino account. Regrettably, I experienced difficulties and couldn’t process the withdrawal. Tragically, my mother lost her life due to such gambling platform. I strongly appeal for your assistance in raising awareness about this platform. Please help me out in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and stop them from undergoing the same heartache. ???

  2. I participated on this casino website and secured a considerable sum of cash. However, afterward, my mom fell gravely sick, and I wanted to take out some funds from my account. Unfortunately, I faced issues and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to such online casino. I earnestly plead for your assistance in bringing attention to this issue with the platform. Please help me to find justice, to ensure others won’t endure the pain I’m facing today, and prevent them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page