Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightએન્કાઉન્ટર બાદ હૈદરાબાદ પોલીસ પર થયો ફુલોનો વરસાદ, સમગ્ર દેશમાં જશ્નનો માહોલ

એન્કાઉન્ટર બાદ હૈદરાબાદ પોલીસ પર થયો ફુલોનો વરસાદ, સમગ્ર દેશમાં જશ્નનો માહોલ

હૈદરાબાદમાં મહિલા ડોક્ટરના આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બેંગ્લુરુ-હૈદરાબાદ હાઈવે પર જ્યાં આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું ત્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. હૈદરાબાદ એન્કાઉન્ટરના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતાં.


જોકે એન્કાઉન્ટરના સમાચાર સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને હૈદરાબાદ પોલીસની કામગીરીને બિરદાવી તેમના સમર્થનમાં સૂત્રોચ્ચા કર્યા હતાં. લોકો ‘હૈદરાબાદ પોલીસ ઝિન્દાબાદ’ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં ઘટના સ્થળે હૈદરાબાદ પોલીસને લોકો સન્માન આપી રહ્યા છે અને ફૂલોના વરસાદ અને તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી રહ્યા હતાં.


ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ મામલે ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યાં ગયા હોવાના સમાચાર સમગ્ર દેશમાં ફેલાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર દેશ તેલંગાણા પોલીસની કાર્યવાહીના વખાણ કરી રહ્યું છે. અનેક જગ્યાએ તો ફટાકડા ફોડીને તેલંગાણા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી જ્યારે મિઠાઈ ખવડાવીને પણ પોલીસના વખાણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે જગ્યાએ એન્કાઉન્ટર થયું ત્યાં સ્થાનિક લોકો એકત્ર થયા અને હાજર પોલીસ અધિકારીઓને ખભે ઉપાડીને જશ્ન મનાવ્યો હતો.


હૈદરાબાદ પોલીસ એન્કાઉન્ટરમાં મહિલા ડોક્ટર દુષ્કર્મ કેસના આરોપી મોતના ઘાટ ઉતરતા હવે લોકો તેલંગાણા પોલીસના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કેટલીક મહિલાઓએ પોલીસ અધિકારીઓને રાખડી બાંધીને સુરક્ષા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ હૃદય સ્પર્શી દ્રશ્યોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં સ્કૂલ વિદ્યાર્થીનીઓની એક બસ રોડ પરથી પસાર થઈ રહી છે તે દરમિયાન પોલીસને જોતાં જ તે વિદ્યાર્થીઓ પોલીસને સલામ કરે છે અને તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? Dive into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page