Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતમાં ગરીબ ઘરની આ દીકરીએ ઉજાળ્યું પરિવારનું નામ, પારકે પૈસાથી GPSCની પરીક્ષા...

ગુજરાતમાં ગરીબ ઘરની આ દીકરીએ ઉજાળ્યું પરિવારનું નામ, પારકે પૈસાથી GPSCની પરીક્ષા કરી પાસ

વન ગુજરાત, ઓલપાડ: દક્ષિણ ગુજરાતના ઓલપાડ તાલુકાના અસ્નાબાદ કસ્બામાં રહેતી અમિતા પટેલે જીપીએસસીની ક્લાસ ટૂ પરિક્ષા પાસ કરીને ઓલપાડ તાલુકાના કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે. અમિતાએ પિતાનું છત્રછાયા ગુમાવ્યા બાદ માતાએ મજૂરી કરીને પુત્રીને ભણાવી હતી. અમિતા હાલ ધંધુકા મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. પરિણામ આવ્યા બાદ વતનમાં અમિતા આવતાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઓલપાડના અસ્નાબાદના કોળી સમાજના પરિવારના રાકેશભાઈ સુરતની એક ખાનગી કુરિયર કંપનીમાં ડિલેવરી મેન તરીકે નોકરી કરતાં હતા અને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. આર્થિક સ્થિતિ નબળી હોવાથી પુત્ર અને પુત્રીને અસ્નાબાદની સરકારી પ્રાથમિક શાળામાં ભણાવ્યા હતાં. પુત્રી અમિતા પટેલ ધોરણમાં હતા ત્યારે પિતાનું નિધન થયું હતું. પિતાના નિધ બાદ અમિતા સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આગળ વધી હતી.

2016માં સુરતની સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં સિવિલ એન્જીનીયરીંગ પાસ કર્યા બાદ અમિતા નોકરી પણ કરતી હતી. નોકરીની સાથે સાથે અમિતાએ GPSCની તૈયારી કરતી હતી. એકવારની નિષ્ફતા બાદ ફરી વર્ષ 2020માં પરીક્ષા આપી હતી. જેમાંથી 49 લોકોની નિમણુંક થઈ હતી જેમાં અમિતા પટેલ પણ માર્ગ અને મકાન વિભાગની નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે પસંદગી થઈ હતી.

હાલ સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતી અમિતા પટેલ જીપીએસસીમાં ઉતીર્ણ થતાં પોતાના વતન અસ્નાબાદ ખાતે આવતાં તેણે કહ્યું હતું કે, માત્ર જીપીએસસી સુધી સીમિત નથી રહેવું, મારે GES પાસ કરી ક્લાસ વન અધિકારી બનવું છે. પગભર થઈએ મારા સમાજમાં ગરીબ પરિવારની દીકરીઓને અભ્યાસ કરવામાં મદદરૂપ થઈ મારાં પરનું સમાજનું ઋણ હું અદા કરવા માંગું છું.

અમિતા પટેલ ધંધુકાથી ઓલપાડ વતનમાં આવતા ગામના લોકોએ તાલુકાની તેજસ્વી દીકરીનું ભવ્ય સ્વાગ કર્યું હતું. આ પ્રસંગે અમિતા પટેલે રાજ્ય સરકારની નોકરીમાં ક્લાસ વન સુધીના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.

જો કે અમિતા પટેલના દાદા કલ્યાણભાઇ ઈરિગેશન વિભાગમાં ચોકીદાર તરીકે નોકરી કર્યાં બાદ નિવૃતિ જીવન ગુજારી રહ્યા છે, ત્યારે જે વિભાગમાં દાદા ચોકીદાર તરીકે નિવૃત થયા હતા એ જ વિભાગમાં તેની પૌત્રી અમિતા પટેલ હાલ અધિકારી બની ફરજ બજાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page