Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightઆને કહેવાય સુરતી દીલ! કોરોના કાળમાં આ સુરતીએ શરૂ કરી ‘વિના મૂલ્યે...

આને કહેવાય સુરતી દીલ! કોરોના કાળમાં આ સુરતીએ શરૂ કરી ‘વિના મૂલ્યે ભોજન સેવા’

સુરત: હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. ત્યારે જ્યાં જુઓ ત્યાં કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યાં છે જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં કોરોનાને કારણે સ્થિતિ બહુ જ ખરાબ હોય તેવું જોવા મળ્યું છે. ત્યારે કોરોનાને રોકવા ગુજરાત સરકાર પણ તમામ પ્રયત્નો કરી રહી છે પરંતુ કોરોના રોકાવાનું નામ જ નથી લેતો. જોકે અમે તમારા માટે એટલે ફક્ત સુરતના લોકો માટે એક સરસ વસ્તુ લઈને આવ્યાં છે જે કોરોનાના કારણે સંપૂર્ણ પરિવાર હોમ કોરોન્ટાઈન હોય તેના માટે સુરતમાં એક અનોખી સેવા શરૂ કરવામાં આવી છે જે સુરતીએ વિના મૂલ્યે ભોજન સેવા શરૂ કરી છે તે સુરતીના લોકો ભરપેટ વખાણ કરી રહ્યાં છે.

કોરોનાની મહામારીના કારણે સંપૂર્ણ ફેમિલી હોમ કોરોન્ટાઈન હોય અને જમવાનું બનાવી શકે તેવી પરિસ્થિતિ ન હોય તેવા લોકો માટે તારીખ 10/4/2021થી વિનામુલ્યે બપોરનું સાત્વિક ભોજન ફ્રી હોમ ડિલીવરી આપવામાં આવશે પરંતુ વિના મૂલ્યે સાત્વિક ભોજન માત્ર મીની બજારથી 8 કિલોમીટરના દાયરામાં પહોંચડવામાં આવશે. (આ તસવીર પ્રતિકાત્મક છે)

ખાસ નોંધ: – 1 પરિવારને હોમ કોરોન્ટાઈન 7 દિવસ માટે દરરોજ બપોરે ભોજન પહોંચાડવામાં આવશે. (આ તસવીર પ્રતિકાત્મક છે)

કેવી રીતે ટીફિન નોંધાવશો?
આપનું ભોજન નોંધાવવા માટે વોટ્સએપ ઉપર વ્યક્તિની સંખ્યા અને સરનામું સવારે 8થી 10 વાગ્યા સુધીમાં નોંધાવી લેવા વિનંતી. આ ઉપરાંત વોટ્સએપની સુવિધા ન હોય તો ફોન કરીને ભોજન નોંધાવી શકો છો. (આ તસવીર પ્રતિકાત્મક છે)

  • વિના મુલ્યે જમવાનું મેળવવા માટે સંપર્ક
  • કિશોરભાઈ શંભુભાઈ ત્રાપસિયા – મોબાઈલ – 98251 41765
  • મગનભાઈ વલ્લભાઈ કોલડિયા – મોબાઈલ – 98241 10048 (આ તસવીર પ્રતિકાત્મક છે)

  • સરનામું
  • પાટીદાર સ્વીટ્સ & કેટરર્સ
  • 3/4/5, આશા પાર્ક, લક્ષ્મી ડાયમંડ સામે,
  • એ.કે.રોડ, સુરત (આ તસવીર પ્રતિકાત્મક છે)

હાલ સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે આખા શહેરમાં હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ તેવા દ્રશ્યો પણ સર્જાયા હતાં જ્યારે મોતનો આંકડો પણ વધી ગયો હતો જેના કારણે સ્મશાનમાં પણ અંતિમ વિધિ માટે વેઈટિંગ જોવા મળી રહ્યું છે પરંતુ કોરોનાની મહામારીથી પીડાતા ગરીબ લોકોને વ્હારે અનેક લોકો મદદે આવ્યા છે. ત્યારે અહીં એક સુરતીએ અનોખી સેવા શરૂ કરી છે જેના આપણે વખાણ કરી એટલા ઓછા છે. (આ તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page