Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratઆગામી 24 કલાક સુધી મુંબઈમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું

આગામી 24 કલાક સુધી મુંબઈમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું

મુંબઈ: મુંબઈમાં ફરી એકવાર સોમવારે ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ એવી સર્જાઈ કે જોત-જોતામાં માર્ગો પર ઊભેલી કારોની અંદર પાણી ભરાઈ ગયું હતું. ભારે વરસાદથી રેલવે, બસ અને વિમાન સેવાઓ પર ખોરવાઈ ગઈ હતી.

મુંબઈમાં 2272 મિમી સરેરાશ વરસાદનું 1043 મિમી એટલે કે 46 ટકા વરસાદ પડી ચૂક્યો છે. કોલ્હાપુરમાં 24 કલાકમાં સૌથી વધુ 17 સેમી વરસાદ નોંધાયો છે. વરસાદને લીધે સવારના 9:30 વાગ્યાથી લગભગ અડધા સુધી અંધકાર છવાઈ રહેતા મુંબઈ એરપોર્ટ પર ઉડાનો બંધ રહી હતી.

હવામાન વિભાગે આગામી 24 કલાકની અંદર મુંબઈ, થાણે, પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં 200 મિમી સુધી વરસાદનો અનુમાન છે. અરબ સાગરમાં 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા પવન વચ્ચે 3.5થી 4 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. તેને જોતાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ અપાઇ છે.

બીએમસીએ એડવાઈઝરી જારી કરી લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. બિહાર, યુપી, મધ્યપ્રદેશ, ગુજરાતમાં પણ સોમવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. પટણાની મેડિકલ કોલેજમાં પાણી ભરાઈ ગયું હતું. મોનસૂન મંગળવારે દિલ્હી અને હરિયાણા પહોંચી શકે છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કર્ણાટક, તમિલનાડુમાં મંગળવાર અને બુધવારે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ યુપી, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page